મહાપાલિકામાં આશા વર્કરોની ધબધબાટી: 61ની અટકાયત

October 12, 2017 at 3:18 pm


રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે બપોરે આંગણવાડીની આશા વર્કર મહિલાઓ દ્વારા ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ દેખાવો કરીને ધબધબાટી બોલાવવામાં આવતાં 61 મહિલાઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આશા વર્કર્સ મહિલાઓ તેમજ ફેસીલિટર કામદારો દ્વારા મુખ્ય ત્રણ માગણીઓ સાથે કચેરીના દરવાજે ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં (1) ફિક્સ માનદ વેતન નક્કી કરવા (2) કેન્દ્ર અને રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ વેતન, માનદ વેતન, આશા અને ફેસીલિટર કામદારોને ચૂકવવા તેમજ (3) સામાજિક સુરક્ષા આપવા જેમાં પેન્શન, ઈએસઆઈ, પીએફ વિગેરેનો અમલ કરવાની મુખ્ય માગણીઓ હતી. સરકાર દ્વારા આંગણવાડી વર્કરોનું શોણ કરવામાં આવતું હોવાનો પણ આશા વર્કર્સ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL