મહાપાલિકામાં કાેંગ્રેસ કાર્યાલય બંધઃ તમામ ઝોનલ-શાખા કચેરીઆે ચાલુ

September 10, 2018 at 3:12 pm


કાેંગ્રેસે આપેલા ભારતબંધના એલાન અન્વયે આજે રાજકોટ મહાપાલિકા કચેરીમાં એક માત્ર કાેંગ્રેસ કાર્યાલય બંધ રહ્યું હતું જયારે અન્ય તમામ ઝોનલ અને શાખા કચેરીઆે રાબેતા મુજબ ચાલુ રહી હતી. દરમિયાન આ અંગે સ્ટેન્ડિ»ગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે તિવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાેંગ્રેસના ભારતબંધના એલાનને પ્રજાએ જાકારો આપ્યો છે તેમાં પણ ખાસ કરીને રાજકોટ શહેર અને મહાપાલિકા કચેરીમાં બંધની અસર નહીવત રહી હતી.

વિશેષમાં સ્ટેન્ડિગ કમીટી ચેરમેન ઉદય કાનગડે ઉમેર્યુ હતું કે મહાપાલિકાની મુખ્ય કચેરી, ત્રણેય ઝોનલ કચેરીઆે, છ સિવિક સેન્ટર, 18 વોર્ડ આેફિસો અને 40 શાખા કચેરીઆે તેમજ મહાપાલિકાની તમામ સેવાઆે રાબેતા મુજબ ચાલુ રહી હતી. આ ઉપરાંત બીઆરટીએસ બસ સેવા, સીટીબસ સેવા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપરવાનની સેવા યથાવત રીતે કાર્યરત રહી હતી. આ મુજબ મહાપાલિકાની સેવાઆેને બંધની કોઈ જ અસર પહાેંચી ન હતી.

print

Comments

comments

VOTING POLL