મહાપાલિકામાં પેન્શનર્સને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપવાના ઠરાવનો ઉલાળીયો

November 14, 2017 at 5:34 pm


રાજકોટ મહાનગરપાલિકામાંથી વયનિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ હાલ પેન્શનર્સ છે તેઓને પણ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવો અને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઠરાવો અનુસાર તબીબી સારવાર માટે આર્થિક સહાય આપવાની થાય છે પરંતુ મહાનગરપાલિકામાં આ ઠરાવનો ઉલાળીયો કરી દેવામાં આવી રહ્યો છે અને પેન્શનરોને તબીબી સારવાર માટે કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવતી નથી. આ મામલે આજરોજ પછાતવર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના જનરલ રજિસ્ટ્રી વિભાગમાં ઈનવર્ડ નં.3877, તા.14-11-2017થી મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને ઈનવર્ડ કરાવાયેલા આવેદનપત્રમાં પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળના પ્રમુખ પી.કે.રાખૈયા, અશોકભાઈ રાઠોડ, એ.આર.બેડવા, અશોકભાઈ સોલંકી વિગેરે જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ફરજ બજાવતાં નિયમિત-કાયમી 5300 કર્મચારીઓ-અધિકારીઓ છે. તેઓને રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તબીબી સારવાર માટે તબીબી સહાય સંદર્ભ 1થી 4 સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કિસ્સામાં તબીબી સહાય ચૂકવવામાં આવે છે. ઉપરોક્ત વિષય અને સંદર્ભ (5) પરત્વે ખાસ રજૂઆત છે કે રાજકોટ મહાપાલિકામાં પોતાની ફરજો બજાવી નિવૃત્ત થયેલ છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ કર્મચારી/પેન્શનરો છે. પેન્શનરો ધોરણસરનું પેન્શન મેળવે છે અને પેન્શન મેળવતાં પેન્શનર્સને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર-નિયમો-2015) અનુસાર રાજકોટ મહાપાલિકામાં પોતાનો લાંબો ફરજનો સમય પૂર્ણ કરે, સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો જેઓનો રાજકોટમાં વિકાસમાં સિંહફાળો છે, તેઓને તેમની વૃદ્ધાવસ્થામાં હાલની મોંઘી તબીબી સારવાર પેન્શનની રકમમાંથી કરવી પોસાય એમ નથી, જેથી નૈતિક સહાનુભૂતિ દાખવી કોર્પો.ના સેવાનિવૃત્ત પેન્શનરોને તબીબી સારવારમાં સહાયપ થવા ગુજરાત સરકારના ધોરણે તબીબી સારવારના ઠરાવો-નિયમો લાગુ કરવા જરી છે. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઠરાવ ક્રમાંક: એમએજી/102015/601, અ.ન,તા.8-3-2016 કર્મચારી-અધિકારીઓ (પેન્શનર્સ) તબીબી સારવાર માટે સહાય ચૂકવવા માટે સ્ટેન્ડિંગ કમિટી-જનરલ બોર્ડના ઠરાવ મજબૂર કરવા ભલામણ કરવા સરકારના ઠરાવની તાત્કાલિક અમલવારી કરવા અંતમાં કમિશનરને અનુરોધ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL