મહાપાલિકા દ્વારા 3160 કરોડના 126 એમ.ઓ.યુ: બંછાનિધિ પાની

January 11, 2017 at 3:45 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2017માં આજે ા.3160 કરોડના પ્રોજેક્ટના 126 એમઓયુ કરવામાં આવનાર હોવાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે એમઓયુ માટે રાજકોટથી ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ગાંધીનગર ગયા છે.
વિશેષમાં આ અંગે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજકોટ મહાનગરપાલિકા પણ સક્રિય યોગદાન અને સહયોગ આપી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજકોટ મહાનગરપાલિકાના નોડલ ઓફિસર તરીકે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની નિયુક્તિ કરવામાં આવેલ છે અને આજરોજ ડેપ્યુટી કમિશનર તેમજ ટીપીઓ સહિતના અધિકારીઓ ગાંધીનગર સમિટમાં પહોંચ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 126 જેટલા રોકાણકારો ા.3160 કરોડના પ્રોજેક્ટસ માટે 126 જેટલા એમઓયુ કરશે.
જ્યારે આ અંગે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે વિવિધ 126 એમઓયુ થનાર છે જેમાં 49 લોરાઈઝ, હાઈરાઈઝ તેમજ બંગ્લોઝ ટાઈપ્ના રેસિડેન્શીયલ હેતુના પ્રોજેક્ટ છે. જ્યારે 39 જેટલા કોમર્શિયલ અને કોમર્શિયલ કમ રેસિડેન્શીયલ પ્રકારના પ્રોજેક્ટ છે. આ ઉપરાંત ચાર ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે. એક હોટેલ પ્રોજેક્ટ, એક મલ્ટીપ્લેક્સ પ્રોજેક્ટ, એક પાર્ટીપ્લોટ પ્રોજેક્ટ, બે હોસ્પિટલ/નર્સિંગ હોમ, ચાર સ્કૂલના પ્રોજેક્ટ, બે હોસ્ટેલ પ્રોજેક્ટ, એક લાયબ્રેરી તેમજ આવાસ યોજનાનો એક, રેસિડેન્શીયલ કમ કોમર્શિયલ એવો હાઈરાઈઝ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ સમાવિષ્ટ છે. જ્યારે 126 એમઓયુમાં મહાપાલિકાની પાંચ આવાસ યોજનાઓના પ્રોજેક્ટ પણ આવરી લેવામાં આવ્યા છે જેમાં પીપીપી ધોરણે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળના પ્રોજેક્ટ સમાવિષ્ટ છે.
વધુમાં ટીપીઓ સાગઠિયાએ ઉમેર્યું હતું કે, કુલ 126 પ્રોજેક્ટ પૈકી એક સ્વિમિંગ પુલનો પ્રોજેક્ટ, પાણી વિતરણ વ્યવસ્થા અંતર્ગત વોટર મીટરનો પ્રોજેક્ટ, પાણી વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાઈપલાઈન બદલવાનો એક પ્રોજેક્ટ, રોડ-રસ્તાના વિકાસકામના ત્રણ પ્રોજેક્ટ, રેસકોર્સ સંકુલ બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ, ફ્લાય ઓવરબ્રિજના બે પ્રોજેક્ટ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનને લગતાં આનુસંગિક સાત પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ મહાનગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે અને આ વિકાસકામોને પણ એમઓયુ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL