મહાપાલિકા હવે વોટસએપ, ઈ-મેઈલથી મોકલશે વેરાબિલ

January 12, 2018 at 4:51 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા બીપીએમસી એક્ટ-1949 હેઠળના કરવેરાના નિયમો પૈકીના પેટાનિયમોમાં જડમુળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કાયદા અને મુખ્ય નિયમોને આધીન રહીને આધુનિક સમયને સુસંગત હોય તેવા પેટાનિયમો ઉમેરવામાં આવી રહ્યા છે. 68 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલા બીપીએમસી

એક્ટમાં અનેક જોગવાઈઓ એવી છે કે જે હાલના આધુનિક સમય સાથે સુસંગત નથી આથી એક્ટની મયર્દિામાં રહીને અમુક નિયમો અને પેટાનિયમોમાં સુધારા-વધારા કરવા એ સમયની માગ હોય હાલમાં કાર્પેટ એરિયાબેઈઝ વેરા આકારણીની પદ્ધતિ અમલી થવા જઈ રહી છે ત્યારે નવી પદ્ધતિની સાથે નવા ફેરફારો અને નિયમો લાગુ કરવામાં આવનાર છે તેમાં મુખ્યત્વે હવેથી બ, પોસ્ટ કે કુરિયર મારફતે વેરાબિલ મોકલવાના બદલે હવે મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ વોટસએપ અને ઈ-મેઈલ જેવા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ટરનેટ બેઈઝ સોશ્યલ માધ્યમો થકી પણ વેરાબિલ અને નોટિસની બજવણી કરી શકશે તેવો નિયમ ઉમેરવામાં આવ્યો છે.

વિશેષમાં મહાપાલિકાના વિશ્ર્વસનીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર એપ્રિલ-2018થી કાર્પેટ એરિયાબેઈઝ મિલકતવેરા આકારણીની પદ્ધતિ અમલી થવા જઈ રહી છે તેમાં નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર હવેથી ટેક્સ બ્રાન્ચ કોઈ પણ બિલ, ડિમાન્ડ નોટિસ કે રિમાઈન્ડર લેટર કે અન્ય કોઈ પણ પ્રકારની નોટિસ ઈ-મેઈલ સહિતના અન્ય કોઈ પ્રકારના વિજાણું માધ્યમથી મોકલી શકશે અને આ પ્રકારે મહાપાલિકાએ બજવણી કરેલા વેરાબિલ કે નોટિસને ભૌતિક રીતે મોકલ્યા બરાબર જ ગણવામાં આવશે તેવા નવા નિયમની રચના કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL