મહારાટ્ર : મહાબલેશ્વરમાં બસ ખીણમાં પડતા 33નાં મોત થયા

July 28, 2018 at 8:17 pm


મહારાટ્રના લોકપ્રિય પ્રવાસી સ્થળ મહાબલેશ્વરમાં એક ભીષણ બસ દુર્ઘટના થઈ છે. આ બસ દુર્ઘટનામાં આેછામાં આેછા 33 લોકોના મોત થઈ ગયા છે. વિકેન્ડ ઉપર પીકનીક મનાવવા જઈ રહેલા વિદ્યાથીૅઆે અને સ્ટાફના લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ બસ પહાડી રસ્તામાં 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. હચમચાવી મુકનાર આ ઘટનામાં 33 લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ચુક્યા છે. રાયગઢ જિલ્લામાં કલેકટર વિજય સૂર્યવંશીએ અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે પાેલડપુરમાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. જેથી તેમા મુસાફરી કરી રહેલા 34 પૈકીના 33 લોકોના મોત થઈ ગયા છે. આ તમામ લોકો એક કૃષિ વિભાગના વિદ્યાપીઠમાં કામ કરી રહ્યાા છે અને વિકેન્ડ ઉપર પિકનીક મનાવવા જઈ રહ્યાા હતા. સવારે આશરે 10 વાગે અમબેનલી ઘાટ પર એક પહાડી માગૅ ઉપર બસ દુર્ઘટનાનાે શિકાર થઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પાેન્સ ફોસૅની ટીમ તરત જ ઘટના સ્થળે પહાેંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે ધુમ્મસના કારણે આ દુર્ઘટના સજાૅઈહતી. પાેલીસ ટીમ અને બચાવ કાફલો ઘટના સ્થળે પહાેંચી ગયો છે. આ દુર્ઘટનામાં પ્રકાશ સાવંત દેસાઈ એકમાત્ર વ્યક્તિ રહ્યાા છે જે માત્ર જીવિત બચ્યા છે. આ વ્યક્તિએ બસમાંથી કુદીને પાેતાની જાન બચાવી લીધી હતી. બસ સવારે 6.30 વાગે ડાપાેલીથી રવાના થઈ હતી. ત્યાં ખેંચવામાં આવેલા ફોટામાં 32 લોકો દેખાઈ રહ્યાા હતા. ડ્રાયવર અને કંડકટર મળીને કુલ 34 લોકો હતા. આ બસ દુર્ઘટના આજે 10 વાગ્યાની આસપાસ થઈ હતી. એકમાત્ર જીવિત બચી ગયેલા પ્રકાશે ફોન કરીને દુર્ઘટના અંગે માહિતી આપી હતી. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આઘાતની લાગણી વ્યક્ત કરી છે. પીએમઆેના ટ્વીટર હેન્ડલ ઉપર મોદી તરફથી લખવામાં આવ્યું છે કે મહારા»ટ્રના રાયગઢમાં થયેલી બસ દુર્ઘટનાને લઈને તેઆે ખૂબ દુઃખી છે. મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે તેમની પૂર્ણ સહાનુભૂતિ છે. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહાબલેશ્વર બસ દુર્ઘટનામાં લોકોના મોતના સંદર્ભમાં જાણીને દુઃખ થયું છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. મહારા»ટ્રમાં તાજેતરના સમયની સાૈથી મોટી દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહાબલેશ્વર દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોતના સમાચાર જાણીને ખૂબ આઘાત લાગ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જરૂરી સહાયતા આપવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યાા છે. વરિષ્ઠ અધિકારી અને મેનેજમેન્ટના લોકો સતત સક્રિય થયેલા છે. મહારા»ટ્રના રાયગઢ જિલ્લામાં આજે સવારે આ દુર્ઘટના થઈ હતી. કોકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઆે બસમાં મુસાફરી કરી રહ્યાા હતા. બસમાં કુલ 40 લોકો હતા. જોકે કુલ લોકોની સંખ્યાના સંદર્ભમાં હજુ પણ માહિતી મળી શકી નથી. રવાના થતા પહેલા લોકોએ સામુહિક ફોટા પણ પડાવ્યા હતા. બનાવના એક કલાક પછી જ યુનિવસટીને પણ જાણ કરી દેવામાં આવી હતી. તમામ યાત્રીઆે બસમાં યાત્રા કરી રહ્યાા હતા ત્યારે એકબીજા સાથે વાતચીત કરી રહ્યાા હતા. ભારે ખુશ દેખાઈ રહ્યાા હતા. બચી ગયેલી વ્યક્તિ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સતારા જિલ્લાના પાેલીસ અધિકારી સંદીપ પાટીલના કહેવા મુજબ તેમને માહિતી મળતાની સાથે જ મહાબલેશ્વર, વહેલ અને સતારાથી ટીમ મોકલવામાં આવી હતી. પરંતુ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પહેલાથી જ મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા હતા.

મૃત્યુ પામેલા લોકોની આેળખ કરવામાં આવી રહી છે. પુણેથી એનડીઆરએફની ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે પહાેંચી ચુકી છે.

print

Comments

comments

VOTING POLL