મહાશિવરાત્રીનો ધર્મોલ્લાસ: જીવ થયો શિવમાં લીન

February 13, 2018 at 1:34 pm


જો અમૃત પીતે હે ઉન્હે દેવ કહેતા હૈ… ઔર જો વિષ પીતે ઉન્હે દેવો કે દેવ મહાદેવ કહેતે હૈ આજે દેવાધિદેવ શિવજીની ભક્તિનો દિવ્ય અવસર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવાથી હર…હર…મહાદેવ ઓમ નમ શિવાયનો નાદ ગૂંજી ઉઠયો છે.
મહાશિવરાત્રી હિન્દુઓનાં મહાત્વનાં તહેવારમાંથી એક છે. આ તહેવાર ભગવાન શિવજીનાં પૂજનનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ફાગણ માસનાં કૃષ્ણ પક્ષની ચોથના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. શિવજીની ભક્તિમાં ભાવિકો લીન થયા હતા. સવારથી શિવજીને પંચામૃત, જલાભિષેક, દૂધાભિષેક સાથે વિવિધ અભિષેક, પ્રહરની પૂજા, મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. સૌરાષ્ટ્રનાં પ્રાચીન શિવાલયો સાથે પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ દાદાનાં ચરણોમાં હજારો ભાવિકોએ શિશ ઝુકાવી ભક્તિ સાથે ભાવવિભોર થયા હતા.

print

Comments

comments

VOTING POLL