મહિધરપુરાના હીરા દલાલે ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા

August 20, 2018 at 1:35 pm


મહિધપુરાના હીરા દલાલે તેના વરાછા િસ્થત નિવાસ્થાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મુળ ગારિયાધાર પંથકના વતની અને સુરત િસ્થત આ હીરા દલાલને લાંબા સમયથી કામ ધંધો નહી હોવાથી આિથર્ક ભીસનો સામનો કરી કંટાળી અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ વરાછા, જીવનધારા હોટલની પાછળ આવેલી પુરૂષાથર્ સોસાયટીમાં રહેતા લલીતભાઇ મનજી વિરાણી (ઉ.વ.43)ની ગઇકાલે રાત્રે ઘરમાંથી લાશ મળી હતી. લલીતભાઇએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે. લલીતભાઇ લાંબા સમયથી આિથર્ક ભીસનો સામનો કરી રહ્યાં હતા જેથી કંટાળી જઇ તેમણે જીવનનો અંત આÎયો હોવાનું પોલસી જણાવી રહી છે. મૃતક લલીતભાઇને સંતાનમાં એક પુત્રી છે. જે પરણી ગઇ છે જયારે પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. તેમના અકાળે મોતથી પરિવાજનો શોકમાં ડુબી ગયા છે.

મુળ ભાવગનર, ગારીયાધારના મોટી વાવળ ગામના વતની લલીતભાઇ મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા હતા. પરંતુ લાંબા સમયથી યોગ્ય કામ ધંધો નહી હોય તેઆે નાણાકિસ ભીસ અનુભવી રહ્યાં હતા અને દરમિયાન ગઇકાલે તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે વરાછા પોલીસ તપાસ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL