મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપ્ની સાથે 94 લાખની છેતરપિંડી કરનાર શખસ ઝબ્બે

March 20, 2017 at 3:13 pm


શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા પોલીસે અચાનક શ કરેલા અભિયાન દરમ્યાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપ્ની સાથે 94 લાખની ઠગાઈ કરનાર શખસને ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે. કંપ્નીમાં જ ફાયનાન્સ રીકવરી ઓફિસર તરીકે નોકરી કરતા વિપ્ર શખસે રીકવર કરેલા 19 ટ્રેકટરો બારોબાર વેચી સાત વર્ષથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ 2010 દરમ્યાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપ્નીના લીગલ ઓફિસર દુર્લભસિંહ દલપતસિંહ રાઠોડે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપ્નીના ફાયનાન્સ રીકવરી ઓફિસર જયેશ ગીરજાશંકર ભટ્ટ (રહે. જ્ઞાનજીવન સોસાયટી, રૈયારોડ)નું નામ આપ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપ્નીમાં ફાયનાન્સ રીકવરી ઓફીસર તરીકે નોકરી કરતા જયેશ ભટ્ટે 94 લાખની કિંમતના 19 રીકવર થયેલા ટ્રેકટર બારોબાર વેચી નાખી કંપ્ની સાથે છેતરપીંડી કયર્નિું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દોડધામ કરી હતી.

દરમ્યાન છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો જયેશ ભટ્ટ તેના ઘેર આવ્યો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી હર્ષદ પટેલની સુચનાથી પીઆઈ એચ.એમ.ગઢવી, જમાદાર ભરતભાઈ, ફીરોજભાઈ, કિશોરભાઈ સહિતના સ્ટાફે જ્ઞાનજવનનગરમાં દરોડો પાડી જયેશ ભટ્ટને ઝડપી લઈ પ્ર.નગર પોલીસના હવાલે કર્યો છે.

print

Comments

comments

VOTING POLL