મહિલા એડવોકેટને આપઘાતની ફરજ પાડનાર પ્રેમીની ધરપકડઃ બહેન, બનેવીની શોધખોળ

July 12, 2018 at 3:11 pm


શહેરના સાધુ વાસવાણી રોડ પર ધરમનગરના કવાર્ટર પાસે આવેલ ઋષિવાટિકામાં રહેતી મહિલા એડવોકેટ અને નોટરીને આપઘાતની ફરજ પાડનાર વ્હોરા શખસની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી અન્ય આરોપી બહેન-બનેવીની શોધખોળ આદરી છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પ્ર.નગર પોલીસમાં રાજેશભાઈ મગનભાઈ વીઠા ઉ.વ.33 રહે.ઋષિવાટીકા શેરી નં.2 રવિ રેસિડેન્સી સામે નામના વિપ્ર યુવાને ફરિયાદ નાેંધાવી છે જેમાં આરોપી તરીકે યાજ્ઞિક રોડ પર આવેલ એચડીએફસી બેન્કમાં સેલ્સ આેફિસર તરીકે ખાનગી નોકરી કરતો અને એરપોર્ટ રોડ પર આવેલ મારૂતિનગરમાં અમન એપાર્ટમેન્ટમાં રહેતો મૃતુર્જા ફકરૂદીન ત્રાવાડી અને તેની બહેન અને બનેવીના નામ આપ્યા છે.

વિપ્ર યુવાન રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ તા.10ના સવાર તેની બહેન દિવ્યાબેન મગનલાલ વિઠા નોટરી તરીકે તેની સાથે યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમ સામે રાજેશ્રી કોમ્પલેકસમાં દિવ્યરાજ એસોસિયર નામે આેફિસ ચલાવતા હોય તે દરમિયાન દિવ્યાબેન સાથે મૃતુર્જા સાથે પ્રેમ સંબંધ હોય.

ચાર વર્ષથી બન્ને એકબીજાના પ્રેમમાં હોય તે દરમિયાન મૃતુર્જાએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દેતાં દિવ્યાબેનને લાગી આવતા ગઈ તા.10ના રોજ યાજ્ઞિક રોડ પર રાજેશ્રી કોમ્પલેકસમાં આવેલ આેફિસમાં પંખા સાથે દુપટ્ટાે બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ પ્ર.નગર પોલીસમાં જાણ કરાતા પીઆઈ એમ.બી.કટારિયા, પીએસઆઈ એમ.એસ.ગોસાઈલ, રાઈટર સંજયભાઈ દવે, કૌશેન્દ્રસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી રાજેશભાઈની ફરિયાદના આધારે પ્રેમી મૃતુર્જાની ધરપકડ કરી છે. જયારે તેની બહેન અને બનેવીને પોલીસે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL