મહિલા સુરક્ષાના કાયદાનો ‘રાક્ષસ’ની જેમ થતો ઉપયોગ: કાજલ ઓઝા વૈધનું નિદાન

June 22, 2016 at 9:07 pm


ગુજરાતી સાહિત્યનું બ્રાન્ડ નેઈમ બનેલા અને યુવાનો તથા મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલા કાજલ ઓઝા વૈધ આજે ‘આજકાલ’ના અતિથિ બન્યા હતાં. જામનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા કાજલ ઓઝા વૈધએ ‘આજકાલ’ની મુલાકાત લઈ ગુતગુ કરી હતી. આ સમયે કાજલ ઓઝાએ ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને વંશિકા જેઠાણી સાથે વિવિધ વિષયો અને સાહિત્ય વિશે મન મૂકીને વાતો કરી પ્રકાશ ફેંકયો હતો.
પ્રતિભા સાથે જન્મેલા કાજલ ઓઝાએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિશ્ર્વ ખ્યાતિ હાંસલ કરી શ્રોતાઓ અને વાંચકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ‘આજકાલ’ની મુલાકાત દરમિયાન કાજલ ઓઝાએ ખાસ કરીને મહિલા વિશે વાતો કરી મહિલાઓને આગળ આવવા પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતમાં મહિલા લેખિકા ઓછી છે પરંતુ પાંગરતી પ્રતિભાઓ ઘણી છે પણ તેઓને અસરકારક પ્લેટફોર્મ નથી મળતું શા માટે ? આ વિશે તેમણે જણાવ્યું કે મહિલાઓમાં છુપાયેલો ભય સૌપ્રથમ દૂર કરે, પ્લેટફોર્મ તો ઘણા છે પરંતુ મહિલાઓ એવું વિચારે છે કે હું કાંઈ પણ લખીશ તો લોકો તેને જજમેન્ટ કરશે. જેમ કે મહિલાઓ એવું વિચારે છે કે હું મારી ફિલિંગ્સને કવિતા કે નવલકથાના સ્વરૂપમાં દર્શાવીશ તો લોકો એવું સમજશે કે આ વાત મારી વાસ્તવિકતા સાથે સંકળાયેલી છે પરંતુ ક્રીએ જજમેન્ટથી બહાર આવી કોણ મારા માટે શું વિચારે છે ? લોકો શું કહેશે ? તેવા મનોમંથનમાંથી બહાર આવી પોતાની પ્રતિભાને અચૂકપણે ચમકાવવી જોઈએ. આ વાતને તેમણે સમર્થન આપતાં કહ્યું કે હું મારા વિચારોને વાસ્તવિક સ્વરૂપે વર્ણવું છું એ પછી મારી કલમ હોય કે મારી વાણી હોય…પણ કોઈના અભિપ્રાયથી ડરી નહીં જવાનું કે સંકોચ ન કરવો. તમે જે માનો છે તેને દ્રઢપણે સાબિત કરી બતાવો. દરેક લોકોમાં તેમની સેન્સ ઓફ હ્યુમર શ્રે જ હોય છે.
બહુ જ પ્રામાણિક અને સ્પષ્ટ્ર લેખન આપી રહેલા કાજલ ગુજરાતી પત્રકારત્વ જેમનું ખુદ આદરથી નામ લેવાય છે તેવા દિગતં ઓઝાના પુત્રી છે. સમાજના નિિત નિયમોને વળોટીને, વિવેચક કે વાંચકના જજમેન્ટ પર આધાર રાખ્યા વગર વિશુદ્ધ સંવેદનાઓને આલેખી રહેલા કાજલ ઓઝાના પતિ સંજય વૈધ પણ દિગ્ગજ ફોટોગ્રાફર છે.
મહિલાઓ પર થતી હિંસાઓને કેવી રીતે રોકી શકાય તેના પ્રત્યુત્તરમાં કાજલ ઓઝાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલા વિરોધી જે કાયદા છે તેનો સૌથી વધારે દુરુપયોગ એક મહિલા જ કરે છે. લજીવનમાં દરેક પતિ–પત્નીએ એકબીજાથી ડર્યા વગર અને સમજદારીથી સાથે રહેવું જોઈએ પરંતુ લ સંસારનો કંસાર કડવો બની જાય તો પરસ્પર સહમતિથી અલગ થઈ જવું એ જ સમજદારી છે પરંતુ આજકાલ મહિલાઓની સુરક્ષા માટે કાયદારૂપી સુરક્ષાચક્ર છે તેને ક્રીઓ ખુલ્લેઆમ ઉપયોગ કરી પતિ અને સાસરિયાઓ સામે શક્ર તરીકે ઉપયોગ કરતી થઈ છે જે નવી પેઢી માટે નુકસાનકર્તા છે. આજના ફાસ્ટ સમયમાં લ બાહ્ય સંબંધોનું પ્રમાણ વધ્યું છે જેના વિશે તેઓએ ટકોર કરતાં કહ્યું કે આ સમસ્યા સમાજમાં જળમૂળથી ફેલાઈ છે જેથી આ અજગર ભરડાને દૂર કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. પતિ–પત્નીએ સ્વયં સંબધં શરૂ કરી લ જીવનની નવી દિશાને ઉઘાડવા પ્રયાસો કરવા જોઈએ તેવું દરેક યુગલે યાદ રાખવું જોઈએ.
અંતમાં યુગલોએ યાદ રાખવા જેવી વાતમાં તેઓએ કહ્યું કે કોઈ પ્રેમ કરે તો તેને હક્ક સમજવો નહીં, આ તો તેની ભલમનસાઈ છે…
ગુજરાતી સાહિત્યમાં ધારદાર નવલકથાની ઉણપ વિશે તેઓએ કહ્યું કે ખાસ કરીને દરેક ક્રીઓએ લખવાનું શરૂ કરવું જોઈએ. દરેક મહિલા પાસે એક વાર્તા રહેલી છે. કોઈ બે ક્રીઓની વાર્તા સરખી હોતી નથી આથી સંકોચને ખંખેરી પોતાના વિચારોને વાર્તા સ્વરૂપે મઠારવાની જરૂરીયાત છે.
કોઈ પ્રેમ કરે તો તેને હક્ક ન સમજી લેવો
પ્રામાણિક અને સ્પષ્ટ્ર લેખન માટે જાણીતા બનેલા કાજલ ઓઝાએ એવું જણાવ્યું કે કોઈ પ્રેમ કરે તો તેને હક્ક ન સમજી લેવો. આ તો તેની ભલમનસાઈ છે. યુગલોએ યાદ રાખવા જેવી વાતમાં તેમણે જણાવ્યું હતું કે તમારા લાગણીભર્યા જીવનમાં યારે કડવાશ આવે ત્યારે ખુલ્લા મને નિખાલસતાથી સંવાદ સાધીને તેને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. આજના સમયમાં લના બાહ્ય સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તો લજીવન પણ તૂટી રહ્યું છે. યારે દરેક પતિ–પત્નીએ કે પ્રેમી–પ્રેમીકાએ એ ન ભૂલવું જોઈએ કે સામેવાળી વ્યકિત તમને પ્રેમ કરે છે તે તેની ભલમનસાઈ છે નહીં કે તેની ફરજ…પ્રેમને યારે હક્ક અને ફરજ સમજી લેવામાં આવે છે ત્યારે જુદા થવાનો સમય ઉભો થાય છે.

print

Comments

comments

VOTING POLL