મહુવા તાલુકાના માળીયા ગામની યુવતિએ ઝેરી દવા પી લેતા મોત

February 10, 2018 at 3:12 pm


યુવતિએ બેભાન હાલતે હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે છોડી અજાÎયો યુવાન જતો રહ્યાે ઃ પોલીસે ફોરેન્સીક તપાસ અને પેનલ પીએમ માટે હાથ ધરેલી તજવીજ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળીયા ગામની યુવતિએ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતે અજાÎયો યુવાન સારવાર અથ£ મહુવાની હનુમંત હોસ્પિટલમાં છોડી જતો રહ્યાે હતો. યુવતિનું સારવાર દરમ્યમાન બેભાન હાલતે જ મોત નિપજતા પોલીસે ફોરેન્સીક તપાસ પેનલ પી.એમ. અથ£ યુવતિના મૃતદેહને ખસેડી તપાસ હાથ ધરી હતી.
મહુવા પોલલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના માળીયા ગામે રહેતી કાજલબેન ગીગાભાઇ શિયાળ (ઉ.વ.21)ની એ ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતે અજાÎયો યુવાન સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલમાં છોડી જતો રહ્યાે હતો. દરમ્યાન સારવારમાં રહેલી કાજલબેન ગીગાભાઇ શિયાળનું બેભાન હાલતે જ ટુંકી સારવારમાં મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મહુવા પોલીસે ફોરેન્સીક તપાસ તેમજ યુવતિના મૃતદેહને પેનલ પોસ્ટ મોર્ટમ અથ£ ભાવનગરની સર.ટી.હોસ્પિટીમાં ખસેડી મહુવા પોલીસ મથકના પો.સ.ઇ. માલવીયાએ તપાસ હાથ ધરી હતી. આ અંગે પો.સ.ઇ. માલવીયાએ ‘આજકાલ’ સાથેની એક વાતચિતમાં જણાવ્યું હતું. યુવતિએ કયાં કારણોસર ઝેરી દવા પીધી તે તેમજ યુવતિને બેભાન હાલતે હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે છોડીને જતો રહેલો દેવળીયા ગામનો ડાયો નામનો યુવાન હોવાનું ખુલતા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL