મહુવા બંદર રોડ ઉપર જુગાર રમતા છ શખ્સો 13 હજાર સાથે ઝડપાયા

April 16, 2018 at 1:42 pm


તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નાેંધી હવાલાતમાં ધકેલી દીધા

મહુવા બંદર રોડ ઉપર બાવળની કાંટમાં મોડી સાંજે જાહેરમાં ગંજીપાના વડે હારજીનો જુગાર રમતા છ શખ્સોને મહુવા પોલીસે રોકડા રૂા.13060 અને ગંજીપાના સાથે ઝડપી લીધા છે.
મહુવાના અધિક પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાએ મહુવા શહેર અને તાલુકામાં ગેર કાયદેસર ચાલતી દારૂ જુગારની બદીને ડામવા મહુવા પી.આઇ. વારોતરીયાને સુચના આપી હતી.
અધિક પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના અન્વયે મહુવા પોલીસ મથકનો સ્ટાફ મોડી સાંજે પેટ્રાેલીગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે બંદર રોડ ઉપર અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમે છે.
જુગારની બાતમીને લઇ મહુવા પોલીસે મોડી સાંજે બંદર રોડ ઉપર બાવળની કાંટમાં દરોડો પાડી જુગાર રમતા રવજીભાઇ ખાટાભાઇ ખેરાળા, હનીફભાઇ મહમદભાઇ કાળવાતર, ઇબ્રાહીમભાઇ દાઉદભાઇ હાલારી, મંગળભાઇ રણછોડભાઇ મકવાણા, જેરામભાઇ કરશનભાઇ ચૌહાણ અને ચીમનભાઇ ભીખાભાઇ મકવાણાને રોકડા રૂા.13060 અને ગંજીપાના સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નાેંધી હવાલાતમાં ધકેલી દીધા હતાં.

print

Comments

comments

VOTING POLL