મહેરસમાજનાં પ્રથમ ક્રિકેટર નાથાભાઈ સીસોદીયા

February 17, 2017 at 1:39 pm


તમે યાં સુધી જીંદગી મસ્તીજી જીવો નહીં ત્યાં સુધી જીંદગીનો સુર નીકળતો નથી. જીવન સાથે ઘણા એવા પ્રસંગો પસાર થઈ જતા હોય છે તે પ્રસંગો હંમેશા યાદગાર બની રહે છે.
”હાથ છુટેંગે મગર રિશ્તે નહીં છૂટેંગે,
તૂટેલી તસ્વીર કે ટુકડે નહીં જુડતે”
કોડીયું માટીનું હોય કે સોનાનું તેનું મહત્વ નથી પરંતુ કોડીયામાં પ્રગટાવવાની યોત અંધારામાં કેવો ઉજાશ પાથરે છે તેનું જ મહત્વ છે…ઉજાશ પાથરતી યોત દરેક માનવીની જીંદગીમાં હોય છે, નાથાભાઈ સીસોદીયા મહેરસમાજમાં ઉજાશ પાથરનાર માનવી છે.
નાથાભાઈ વસ્તાભાઈ સીસોદીયા સારા ક્રિકેટર હતા અને આજે ઉંમરની સદીમાં ચારનો ચોક્કો ફટકારવાની તાકાત ૯૬ વર્ષે પણ ધરાવે છે તે જોઈને તેમના પ્રત્યે અહોભાવ પ્રગટી જાય છે.
પોરબંદરમાં ૭૫ વર્ષ સુધી ”નાથા વસ્તા”ના નામે જાણીતા અને માનીતા નાથાભાઈ સીસોદીયાને ઈ.સ. ૨૦૧૬ ના ઓગષ્ટ્ર મહિનામાં મળવાનું થયું ત્યારે પોરબંદર, રાણાવવા, કુતિયાણા અને પોરબંદરના મહારાણા નટવરસિંહ જેઠવા અને પોરબંદરના ક્રિકેટના ઈતિહાસનો ગ્રથં વાંચવા મળી ગયો અને ઉંમરની સદીનો ચોક્કો ફટકારવાના મીજાજ ધરાવતા નાથાભાઈ સીસોદીયાએ ચોપાટીના ક્રિકેટ મેદાનમાં એ.સી.સી. ની ટીમ સામે સદી ફટકારીને ઓડીયન્સને ખુશીના દરિયામાં લઈ ગયા હતા.
પોરબંદરની ખમીરવંતી અને ખાનદાની મહેરસમાજના સંતાન નાથાભાઈ સીસોદીયાને યુવાનીમાં હનુમાન જયંતિની ઉજવણીના મેળાવડામાં ‘લોન્ગ જમ્પ’ અને ‘હાઈ જમ્પ’ માં પ્રથમ નંબર મેળવી લેનાર નાથાભાઈ સીસોદીયાની શકિત પારખીને ક્રિકેટ રમવાની સલાહ પોરબંદરના રાજવી રાણાસાહેબે આપી અને પોરબંદર રાયમાં પોલીસખાતામાં નોકરી પણ આપી દીધી અને નોકરી સાથે ક્રિકેટ રમવાની ભલામણ કરી દીધી !
નાથાભાઈ સીસોદીયાએ ત્યારે રાણાસાહેબને કહ્યું ”બાપુ, હત્પં પોલીસની ખાખી વરધી નહીં પહેરૂં છતાં ક્રિકેટ સાથે પોલીસતંત્રનું કામ કરીશ અને રાયને સંતોષકારક સર્વિસ નિા અને વિશ્ર્વાસ સાથે બજાવીશ.”
નાથાભાઈ સીસોદીયા ત્યારબાદ સારો ક્રિકેટર થયા અને ચોપાટીના મેદાનમાં દડાને હીટ મારવામાં તેમનો કાયમ નંબર વન રહેતો ત્યારે ઓડીયન્સમાં વિનુ માંકડ અને સલીમ દુરાની જેવા ક્રિકેટરો પણ બેઠા હોય તે દડાના વેગને જોઈ રહેતા. નાથાભાઈ સીસોદીયાએ કદી ગાવસ્કરની જેમ કોપીબુક ક્રિકેટ રમ્યા નથી. બાંગા મારવામાં તેઓ ઉસ્તાદ હતા એટલે ઓડીયન્સે તેને ‘નાથો બાંગોડી’ ઉપનામ આપી દીધું હતું તે નામ રાણાસાહેબે પણ વધાવી લીધું હતું.
રાણા સાહેબ કયારેક પોતાની ટીમમાં જોખમી ખેલાડીને લેવા માગતા ન હોય ત્યારે નાથાભાઈ સીસોદીયાને એકતરફ બોલાવીને કહેતા કે ”આપ આજે આરામ કરો” આવા જ એક આરામના દિવસે ચોપાટી મેદાનમાં ક્રિકેટમેચ દરમિયાન રમુજી કિસ્સાને યાદ કરતા નાથાભાઈ સીસોદીયાએ જણાવ્યું હતું કે, એ સમયે ચોપાટી મેદાન ફરતે ઝુરીના ઘટાદાર વૃક્ષોની હારમાળા હતી અને ક્રિકેટ ત્યારે બેટીંગ વિકેટ ઉપર ક્રિકેટ રમાતું હતું.
રાણાને જોવો છે
આ દરમિયાન બરડાના ગામડાના મહેરસમાજના ખેડૂતો બળદગાડા લઈને નીકળ્યા અને ચોપાટીના મેદાનમાં ધોળા લુગડાવાળાઓને દોડાદોડી કરતા જોઈ ઝુરી નીચે બેઠેલા નાથાભાઈને પૂછયું કે, છોકરા આ ધોળા લુગડાવાળા પહેરેલા માણસો દોડાદોડી શું કામ કરે છે ? ત્યારે નાથાભાઈ સીસોદીયાએ કહ્યું કે ”રાણ સાહેબ ગેડીદડે રમે છે” એટલે ગાડાવાળાઓએ કહ્યું કે અમારે રાણાને જોવો છે !
દરમિયાન ફિલ્ડીંગમાં રહેલ રાણાસાહેબ દડો લેવા દોડતા–દોડતા ખેડૂતોના ગાડા તરફ આવ્યા ત્યારે નાથાભાઈ સીસોદીયાએ કહ્યું કે આ દડો લેવા દોડે છે તે રાણાસાહેબ છે. ત્યારે રાણા સાહેબ સાંભળે તેમ એક મહેર ખેડૂતે કહ્યું કે, રાણા પાસે તો ઘણા હજુરીયા છે તેને દોડાવવાનેે બદલે પોતે શું કામ દોડે છે ? રાણાસાહેબ તો ખેડૂતને સાંભળીને મરકી ગયા અને કાંઈ બોલ્યા વગર દડો બોલરના છેડે ફેંકી દીધો !
નાથાભાઈના કથન મુજબ રાણાસાહેબ ક્રિકેટની રમત દરમિયાન શિસ્તના કડક હિમાયતી હતા અને કોઈ ખેલાડીએ મેદાનમાં ગેરશિસ્ત કરી હોય તો કદી જાહેરમાં ઠપકો આપતા નહીં પરંતુ મેચ પૂરો થયા પછી ખેલાડીને એકતરફ બોલાવીને કહેતા કે બીજી વખત આવી ભૂલ થવી જોઈએ નહીં.
નાથાભાઈ સીસોદીયા રાજાશાહીમાં પોલીસખાતામાં હતા ત્યારે તેને સેન્સરશીપની ફરજ સોંપવામાં આવી હતી તે વિષે નાથાભાઈએ કહ્યું કે, મારે મારા ઘણા સગા અને સંબંધીના કાગળો ખૂલ્લા સેન્સર કરવા પડતા હતા પરંતુ હત્પં સેન્સરશીપની ફરજ બજાવું છું તેની કોઈને ખબર પડવા દીધી નહોતી અને દરેક વાત છુપી રાખી હતી.
મહેર બોડગ
નાથાભાઈ સીસોદીયા આજે સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખ છે અને હવે લોઢા સમિતિની ભલામણ મુજબ આ પદ તેમને છોડવું પડશે. પોરબંદરમાં માલદેબાપુએ મહેર બોડગના કામકાજમાં ઘણા સ્પીડ બ્રેકરો પણ આવી જતા હતા ત્યારે નાથાભાઈ સીસોદીયાએ એક થી દોઢ વર્ષ સુધી મહેર બોડગનું સંચાલન કરી સ્પીડબ્રેકરનું ડીમોલીશન કરી નાખ્યું હતું.
સુધરાઈ સભ્ય
નાથાભાઈ સીસોદીયા માત્ર મહેર સમાજમાં ‘મુઠ્ઠી ઉંચેરા માનવી’ છે અને પોરબંદર સુધરાઈના ૨૦ વર્ષ સુધી સભ્યપદે રહીને શહેરના વિકાસમાં સુધરાઈ પ્રમુખ ડો. બી.ડી. ઝાલા સાથે સહયોગ આપ્યો હતો અને નગરપાલિકાની બસ કમીટીના ચેરમેન તરીકે સેવા બજાવીને તે સમયે પોરબંદરમાં સીટી બસ ફરતી કરવાનું શ્રેય પણ નાથાભાઈ સીસોદીયાને ફાળે જાય છે.
સીમેન્ટના રસ્તા
પોરબંદરમાં ઈ.સ. ૧૯૫૨–૫૩ માં સીમેન્ટના બે મુખ્ય માર્ગેા કમલાબાગથી સુદામાચોક અને શીતલાચોકથી છોટુશેઠના બંગલા–રામગેસ્ટ હાઉસ સુધી બન્યા હતા આ બન્ને સીમેન્ટના રસ્તા ઉપર ૫૦ વર્ષ સુધી ગાબડા પડા નહોતા. આ બન્ને સીમેન્ટના રસ્તા બનાવવાનો કોન્ટ્રાકટ કોળી સામત ભીખાએ રાખ્યો હતો. આવા બીજા કોન્ટ્રાકટર પોરબંદરને આજ સુધી મળ્યા નથી. આ રસ્તા ડો. બી.ડી. ઝાલા મ્યુ. પ્રમુખ અને નાથાભાઈ સીસોદીયા મ્યુ. સભ્ય હતા ત્યારે બન્યા હતા ત્યારે ‘કટકી’ કોને કહેવાય તેની કોઈને ખબર પણ નહોતી. નાથાભાઈ સીસોદીયાની સેવાને ધ્યાનમાં લઈને આઝાદી પછી સરકારે તેને જૂનાગઢ એસ.ટી. સલાહકાર સમિતિ અને પોલીસ સલાહકાર બોર્ડના સભ્યપદે નિયુકત કર્યા હતા.
રાણાવાવમાં જન્મ
નાથાભાઈ સીસોદીયા સાથે પોરબંદરના જુના સંસ્મરણો યાદ કરતા નાથાભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા રાજાશાહીમાં રેલ્વેમાં હતા અને મારો જન્મ રાણાવાવમાં થયો હતો અને મેં રાણાવાવ, વાંસજાળીયા, જામજોધપુર અને પોરબંદરમાં શિક્ષણ લીધું હતું. પોરબંદરમાં હત્પં કેળવણીકાર મણીભાઈ વોરાના પિતાશ્રી પુરૂષોતમભાઈ વોરા પાસે ભણ્યો છું. આવા શિક્ષકો પોરબંદરને મળવા હવે તો મુશ્કેલ છે એ શિક્ષક નહોતા પણ ગુરૂજી હતા. નાથાભાઈ એક નવી વાત એ કરી કે ”સીદીયો અને ઓસમાણીયો” નામના પોરબંદરના બે બહારવટીયા હતા જેને ફાંસીને સજા આપવામાં આવી હતી આ બન્ને બહારવટીયા અગાઉ પોરબંદર રાજમાં મીલીટરીની ફરજ બજાવતા હતા તે પણ એક ખૂન કરી બહારવટે ચડા હતા.
આ બન્ને બહારવટીયા રાણાવાવમાં એક કુંભાર મહિલાના ઘરમાં હોવાની અમને બાતમી મળતા પોલીસ ટીમ તુરતં રાણાવાવ પહોંચી હતી અને કુંભાર મહિલાના ઘરને ચારે તરફ ઘેરો ઘાલીને બન્નેને પકડી લીધા હતા અને બન્નેને ફાંસી આપવાના આગલે દિવસે પોરબંદરમાં સરઘસ કાઢું હતું.
નાથાભાઈના જણાવ્યા અનુસાર પોરબંદરની વસ્તી આજથી ૭૫ વર્ષ પહેલા ૪૦ હજારની હતી અને શહેરમાં ૧૨ ટ્રક અને પાંચ મોટરો અને વાહનો ઘોડાગાડી અને સાયકલો ભાડે મળતી હતી. જેની પાસે મોટરો હતી તેમાં વાડીયા શેઠ, છોટુ શેઠ, ભાણજી લવજી ઘી વાળા, ગલ્ટી શેઠ, છોટુ શેઠ. છોટુ શેઠનો બંગલો ત્યારે કડીયાપ્લોટના રેલ્વે ફાટકથી હાલમાં રામ ગેસ્ટ હાઉસ સુધીનો હતો યારે આજે જે રાવલીયા પ્લોટ છે તે સીદીભાઈ રાવલીયાની જમીન હતી જે જમીન જુના ફવારાથી રેલ્વેસ્ટેશન સુધીની હતી. રાવલીયા શેઠે તો મુસાફરખાનું બંધાવ્યું હતું. છોટુશેઠ અને રાવલીયા શેઠની જાહોજલાલી સમય જતા અસ્ત થઈ ગઈ છે અને રાવલીયા પ્લોટ બની ગયો છે અને રાવલીયા શેઠને તો પોતાના બનાવેલા મુસાફરખાનામાં આશરો લેવો પડો હતો. ભાગ્ય હંમેશા કઠીન હોય છે અને ભાગ્ય જાય છે ત્યારે ઠોકર મારતો જાય છે. છોટુ શેઠના બંગલાનો દરવાજો હતો ત્યાં રામ ગેસ્ટ હાઉસ બની ગયેલ છે.રાણાસાહેબના રાજવહીવટીની વાતો યાદ કરતા નાથાભાઈ સીસોદીયાએ જણાવ્યું કે, રાણાસાહેબ દરમહિને પોરબંદરના દરેક સમાજમાં બે સભ્યોને હજુર પેલેસમાં જમવા બોલવાતા અને દરેક સમાજના અને પ્રજાના પ્રશ્નો સાંભળતા હતા અને ઉકેલતા હતા. પોરબંદરમાં રાણા સાહેબ ખૂલ્લી મોટરમાં નીકળતા અને ત્યારે ગામડાના ખેડૂતને જુએ તો મોટર ઉભી રખાવી ખેડૂતને બોલાવી તેનું નામ પુછે અને ગામનું નામ પુછે અને કોઈ મુશ્કેલી હોય તો તે પોતાની ડાયરીમાં લખી લેતા હતા. એક વખત ખાડીમાં બહત્પ મોટું પૂર આવ્યું અને લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા ત્યો રાણા સાહેબ ખુદ પૂર જોવા ખાડી સુધી આવ્યા હતા અને લોકોને રાહત મળે તેવી જોગવાઈ કરી હતી. માલદેવજી ઓડદરા સાથે નાથાભાઈ સીસોદીયાને ગાઢ સંબધં રહ્યો છે તેઓની ચૂંટણીમાં પણ એક કોંગ્રેસી તરીકે નાથાભાઈ સીસોદીયાએ ઘણી જહેમત લીધી હતી.
એક દાખલો આપતા નાથાભાઈ સીસોદીયાએ જણાવેલ કે એક ચૂંટણીમાં માલદેવજી ઓડેદરાને કોંગ્રેસપક્ષે પોરબંદરને બદલે કુતિયાણાની બેઠકની ટિકીટ આપી હતી ત્યારે બરડાના ૫૦૦ મહેર વિરોધ કરવા પોરબંદર આવ્યા હતા જે બધાને ખુદ માલદેવજીભાઈ ઓડેદરાએ શાંત પાડી પાછા મોકલ્યા હતા. તે પણ માલદેવજી ઓડેદરા કુતિયાણાની બેઠક હારી ગયા તે કદાચ પોરબંદરની બેઠક ઉપરથી માલદેવજી ઓડેદરાને ખસેડવા માટે મહેરસમાજનો મુંગો વિરોધ હતો. ૯૬ વર્ષમાં નાથાભાઈ સીસોદીયાના ખૂબીના ખજાનામાંથી સરકેલા સંસ્મરણો મનોહર છે અને ઈતિહાસના દટાયેલા પૃોમાંથી કેટલીક નવી અને અજાયબ કહી કાય તેવી જાણકારી ખૂબીના ખજાનાને ખોતરી–ખોતરી પ્રકાશમાં મૂકવા જેવી છે જેની મજા લઈએ.
આરઝી હત્પકુમત
આઝાદી મળી ત્યારે જૂનાગઢના નવાબ અને માણાવદરના ખાનએ પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કરતા મુસ્લીમોએ પાકિસ્તાન ચાલ્યા જવાનો નિર્ણય કરી લીધો હતો. બીજી તરફ જૂનાગઢ અને કુતિયાણા કબ્જે કરવા રાજકોટમાં આરઝી હકુમતની રચના થઈ હતી તે સમયે પોરબંદરના રાણાસાહેબે કુતિયાણાના મુસ્લીમોની વસ્તી બહત્પમતીમાં હોય અને સંધીઓનો પ્રજામાં ત્રાસ હોય નાથાભાઈ સીસોદીયાને કુતિયાણામાં સીકયોરીટી માટે ફરજ ઉપર મૂકયા હતા.
કુતિયાણામાં નાથાભાઈ સીસોદીયાને મેમણ સમાજ સાથે સારા સંબંધો હતા અને તેઓની સલામતીની વ્યવસ્થા કરી દીધી. બીજી તરફ માલદેવ રાણા કેશવાલા અને મહતં વિજયદાસજીએ ૪૦૦ મહેર જવાનો સાથે કુતિયાણા કબ્જે કરવા રતુભાઈ અદાણીની સુચનાથી હલ્લો શરૂ કરી દીધો હતો અને કુતિયાણામાં ધાક જમાવનાર હાસમ ખોખર નામના ફોજદારને બે મહેર જુવાનોએ બંદૂકના ભડાકે દઈ દીધો હતો. મોટાભાગના મેમણસમાજના ી–પુરૂષો જે લઈ શકાય તેટલી મિલ્કત લઈને પાકિસ્તાન નાસી છૂટા હતા અને કુતિયાણા કબ્જે થયા પછી લૂંટફાટ પણ થઈ હતી.ભૂપત મેરૂજી જે પાછળથી સૌરાષ્ટ્ર્ર સરકાર સામે બહારવટે ચડેલ તે એક વાઘણીયા દરબારની જીપના ડ્રાઈવર તરીકે કુતિયાણા આવેલો તે વાત સાચી નથી. ભૂપત ધ્રાફા સુધી આવ્યો હતો અને ત્યાં તેને આશરો પણ મળ્યો હતો પરંતુ વાઘણીયા દરબારના જીપ ડ્રાઈવર તરીકે કદાચ કુતિયાણા આવ્યો હતો. જૂનાગઢ સર થયા પછી થોડો સમય જૂનાગઢનો વહીવટ પોરબંદરને સુપ્રત થયો હતો ત્યારબાદ આરઝી હકુમતના આગેવાન શામળદાસ ગાંધી જૂનાગઢના વડા થયા જેનું મુળ વતન કુતિયાણા હતું. શામળાદાસ ગાંધી સાથે ત્યારે ચાર–પાંચ પ્રધાનો પણ જોડાયા હતા. કુતિયાણા ૯૧૨૧૯૪૭ ના આરઝી હકૂમતે મુકત કરી દીધું હતું.
શામળાદાસ ગાંધીએ મુંબઈમાં ‘વંદે માતરમ’ નામનું દૈનિક અખબાર શરૂ કરેલું અન તેના પુત્ર કિશોર ગાંધીએ બાલમાસ્તર ‘રમકડું’ પ્રકાશીત કર્યું હતું. શામળાદાસ ગાંધીને પાછળથી સૌરાષ્ટ્ર્રનાં મુખ્યમંત્રી ઢેબરભાઈ સાથે મતભેદો થયા હતા જેમાં તેના રાજકારણનો અસ્ત કદાચ થઈ ગયો હતો. કુતિયાણા છોડી પાકિસ્તાન ચાલ્યા ગયેલા હાજી મામદ પરદેશી અને જે.ડી. શેઠ પાકિસ્તાનમાં કરાંચીમાં સારી રીતે સેટલ થઈ ગયા હતા. પોરબંદરના પ્લાઝા ટોકીઝના માલીક બચુભાઈના સસરા જેતપુરના બાવા મુસા પણ પાકિસ્તાનમાં સેટલ થઈને પાકિસ્તાનમાં સીનેમા થીયેટરોની હારમાળા સર્જી દીધી હતી ત્યારે કરાંચીમાં ‘ડોન’ નામનું ગુજરાતી અખબાર પણ નીકળ્યું હતું.
પાકિસ્તાન ગયા
ઈ.સ. ૧૯૬૪ માં નાથાભાઈ સીસોદીયા નાઈરોબી જતા ટ્રાન્ઝીટ સમય દરમિયાન એક દિવસ કરાંચીમાં રોકાયા હતા ત્યારે કુતિયાણા મેમણ સમાજમાં આગેવાનોએ તેમની શાનદાર મહેમાનગતી કરી સન્માન પણ કર્યંુ ત્યારે સ્ટીમર ઉપર નાથાભાઈ સીસોદીયાને આવકારવા માટે હાજી સતાર અને બાવા મુસા તથા હાજીમામદ પરદેશી આવ્યા હતા.
નાઈરોબીમાં ક્રિકેટ
નાઈરોબીમાં કાઠીયાવાડ સ્પોર્ટસ કલબ હતી યાં પોરબંદરના ક્રિકેટર મણીભાઈ દોશીની મુલાકાત નાથાભાઈ સીસોદીયા સાથે થતા નાથાભાઈ સીસોદીયાને નાઈરોબીમાં ક્રિકેટ મેચ રમવાની તક પણ મળી હતી.
કેન્યા–ટાન્ઝાનીયા–યુગાન્ડા વિગેરે દેશો ફરીને નાથાભાઈ સીસોદીયા પરત પોરબંદર આવી ગયા હતા, ત્યારબાદ તેઓએ બ્રિટનનો પ્રવાસ કર્યેા હતો.
નીલમબેન ઓડેદરા
નાથાભાઈ સીસોદીયા પોતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકયા નથી પરંતુ શિક્ષણનું મહત્વ જાણતા નાથાભાઈએ તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે તેમના એક સુપુત્રી શ્રીમતી નીલમબેન રામભાઈ ઓડેદરા પોરબંદરમાં મહેરસમાજના પ્રથમ ગ્રેયુએટ થનાર દીકરી છે તે બહત્પ ઓછાને ખબર હશે. પોરબંદરમાં રાણાસાહેબ રમત–ગમતને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર હતા. નટવરસિંહજી કલબમાં રાણાસાહેબ ટેનીશ રમતા અને ઓલ ઈન્ડીયા ટેનીશ ટુર્નામેન્ટ પણ પોરબંદરમાં રમાઈ હતી. રાણાસાહેબે નટવરસિંહજી કલબમાં ટેનીશ બોયની ફરજ બજાવતા નારાયણ ખેરને પેરીસ ચિત્રકલાના અભ્યાસ માટે મોકલીને પોરબંદરને એક ઉત્તમ ચિત્ર કલાકારની ભેટ આપી છે. રાણાસાહેબ સવારે ચોપાટી મેદાનમાં ગોલ્ફની રમત પણ રમતા હતા. માલદેવ રાણા કેશવાલા મહેરસમાજનો ઈતિહાસ જાણવા માટે આઝાદી પહેલા એક પ્રતિનિધિમંડળ લઈને ભોપાલ ગયા હતા ત્યારે તેમાં મહેરસમાજના ચના પટેલ અને એભાભાઈ જોડાયા હતા. આ પ્રતિનિધિમંડળમાં નાથાભાઈ સીસોદીયા પણ નાની ઉંમરે ભોપાલ ગયા હતા અને મધ્યપ્રદેશમાં મહેરસમાજનો વસવાટ હોવાનું શોધી કાઢું હતું. રાજસ્થાનના અજમેર અને જેસલમેર જેવા શહેર મહેરસમાજનું પ્રતિક છે.
ગ્રીન હોટેલ
ફરી પોરબંદર ક્રિકેટની વાત કરીએ. આઝાદી પણ પોરબંદરની એવરગ્રીન હોટેલ ક્રિકેટસેતુ હેડ કવાર્ટર હતી અને એવરગ્રીન હોટેલના માલિક ખારવાસમાજના નરસિંહભાઈ ક્રિકેટ પ્રેમી હતા અને ક્રિકેટરોને પ્રોત્સાહન આપતા. ગ્રીન હોટેલ વર્ષેા સુધી પોરબંદરની ક્રિકેટસેતુ–હેડકવાર્ટર હતી. મહેરસમાજમાં પ્રથમ ક્રિકેટર બનવાનું બહત્પમાન નાથાભાઈ સીસોદીયાને મળે છે અને તેમની દીકરી નીલમબેન મહેરસમાજની પ્રથમ ગ્રેયુએટ બન્યા એ ગૌરવ લેવા જેવી વાત છે

print

Comments

comments

VOTING POLL