મહેશ્વરી મેઘવાર સમાજનો 17મો સમુહ લગ્નાેત્સવ

January 11, 2019 at 12:54 pm


સમસ્ત મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ જામનગર દ્વારા જ્ઞાતિજનોના સાથ સહકારથી સતત છેલ્લા 16 વર્ષથી સમુહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે સમિતિ દ્વારા 17 મો સમુહ લગ્નાેત્સવ (કન્યા વણંઝ) સંવત 2075, પોષ વદ-8, સોમવાર (મકરસંક્રાંતિ) તા.14-1-2019ના રોજ સુરજબાગ, નાગરપરા પાસે જામનગરમાં કરવામાં આવેલ છે. જેમાં વિવિધ માંગલિક પ્રસંગો ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત સવારે 9.00 કલાકે, ભોજન સમારંભ બપોરે 1 થી 6, હસ્તમેળાપ રાત્રે 7.50 કલાકે, દાતાઆેનું સન્માન સમારંભ સાંજે 8 કલાકે, સાંજે 8.30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના સુવિખ્યાત ભીમ સાહિત્યકાર વિશન કાથડ પોતાની આગવી છટામાં દલિતોના મશીહા અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના સંઘષના અદભૂત ઇતિહાસને ઉજાગર કરશે.

જેમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિરોધપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, દિગુભા જાડેજા, યુવા કાેંગ્રેસ પ્રમુખ, કુદરત એન્ટરપ્રાઇઝના ભાગીદાર નંદલાલભાઇ પટેલ, ભાગવત મેટલ ઇન્ડસ્ટ્રીઝ, કરશનભાઇ બી. માતંગ, ગીરીશભાઇ કે. માતંગ, સંજયભાઇ કે. માતંગ, લાલાભાઇ માલસીભાઇ ગોરડીયા, રાણાભાઇ જે. વારસાખિયા, ભાણવડ, દેવશીભાઇ કરમુર, ભાણવડ, રામભાઇ ભોજાભાઇ માતંગ, (નંદાણા), વશરામભાઇ વી. ડનેચા, ભીમજીભાઇ લખુભાઇ ડગરા, સરપંચ વેરાડ, જેઠાભાઇ એન. ડગરા, ભીમજીભાઇ પી. ડગરા, હિતેષભાઇ માતંગ આજકાલ પ્રેસ, મનિષભાઇ મકવાણા ગુડ ઇવનીગ પ્રેસ, નરેશભાઇ માતંગ, ખબર ગુજરાત પ્રેસ, કાનજીભાઇ ડી. માતંગ, ડોસાભાઇ ડગરા, મંગાભાઇ સંજોટ, મુળજીભાઇ માતંગ, દેવશીભાઇ આશાભાઇ ડનેચા, રમેશભાઇ સીરોખા, સતિષભાઇ ચુંયા, મુળજીભાઇ માતંગ, જયેશભાઇ સુરડીયા, એડવોકેટ, કાનાભાઇ આશાભાઇ નંઝાર, હસમુખભાઇ ગઢવી, (કોટક લાઇફ ઇન્સ્યુરન્સ), ભીમાભાઇ પેથાભાઇ ડગરા, આજી અનવર ખફી(અનાભાઇ), આશાભાઇ પાલાભાઇ માતંગ સહિત વગેરે દાતાઆે ધર્મગુરુઆે, મહાનુભાવો ખાસ ઉપિસ્થત રહી સમુહ લગ્નમાં ભાગ લેનાર 19 નવદંપતિઆેને આશિર્વચન આપશે.

આ સમુહ લગ્નાેત્સવમાં જુદા જુદા દાતાઆે તરફથી કબાટ, રસોડામાં ઉપયોગી આશરે 70 નંગ ઠામ-વાસણ, મંડપ મુહુર્ત તથા લગ્ન વિધિની તમામ સામગ્રી, સોનાના નાકના દાણા, સોનાની નાકની નથડી, ચાંદીનો સિક્કાે, તાંબાની હેલ, કાંસા થાળી, પિતળનો કળશીયો, કાંસાની વાટકી, ટીફીન સ્ટીલનું, તપેલી, બરણી, બે ખુરશી, સ્ટીલના ત્રાસ, ડી.વી.ડી. કેસેટ સેટ, સ્ટીલની ડોલ, પ્લાસ્ટીક જગ સહિતની બહોળી સંખ્યામાં આશરે 100 નંગ જેટલી ચીજવસ્તુઆે 19 કન્યાઆેને કરીયાવર પેટે આપવામાં આવનાર છે.

સમુહ લગ્ન સફળ થાય તે માટે સમિતિના હોદેદારો સુરેશભાઇ કે. માતંગ, મો.નં. 98252 95958 જયંત વારસાખિયા (એડવોકેટ) ગાંગાભાઇ ડી. માતંગ, માધવભાઇ ડગરા, વિરજીભાઇ ડી. રોશીયા, લાખાભાઇ એમ.ફફલ, દીપુભાઇ પારીયા (માજી કોર્પો.), ધનજીભાઇ જી. ઢચા, માલસીભાઇ બી. ગોરડીયા, વિજય કે. નંઝાર, કેશુભાઇ જે. પરમાર, વશરામ આર વારસાખિયા ભાણવડ, તુષારભાઇ આર. માતંગ, ભાટીયા મો.નં. 88662 26712 તથા જ્ઞાતિજનો, મારાજશ્રીઆે, ધર્મગુરુઆે, ટ્રસ્ટો, યુવક મંડળો, સમાજના પંચો વિગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમુહ લગ્નમાં પ્રભુતાના પગલા માંડનાર 19 દંપતિઆેને આશિવાર્દ આપવા તથા કાર્યક્રમોમાં તમામ દાતાઆે જ્ઞાતિજનો, મારાજઆે, ધર્મગુરુઆેને હાજર રહેવા સમિતિ તરફથી હાદિર્ક નિમંત્રણ (વાયક) પાઠવવામાં આવે છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયા, એડવોકેટ તથા દિપુભાઇ પારીયા(માજી કોર્પોરેટર) ની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL