માંગરોળમાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોના લાખો રૂપિયાની ઉચાપતમાં તપાસ જૈસે થે…: ધરણા, રામધૂન

October 6, 2017 at 12:52 pm


માંગરોળની બેંક ઓફ બરોડામાં દોઠ વષઁ પહેલાં પાક ધિરાણ ખાતાઓમાંથી થયેલી ઉચાપત પ્રકરણમાં 30થી વધુ ખેડુતોને ચુકવવાની બાકી રકમ અંગે લાંબા સમયથી કોઈ નિણઁય ન આવતા રોષે ભરાયેલા ખેડુતોએ ગઇકાલ બેંક બહાર ધામા નાંખી,રામધુન બોલાવી અધિકારીઓને ઢંઢોળવા પ્રયાસ કયોઁ હતો.

શહેરની બેંક ઓફ બરોડાના ભારે ચચાઁસ્પદ પ્રકરણમાં ખેડુતોની જાણ બહાર,લૂઝ ચેકોમાં અંગુઠા,બોગસ સહીઓ કરી રોકડ અને લોન ઉપાડી લેવામાં આવી હતી.આ કૌભાંડમાં ઉચ્ચ અધિકારીએ બેંકના કમઁચારીઓ, અધિકારી સહિત પાંચ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.ત્યારબાદ ભોગ બનનાર ખેડુતોને આશરે 2 કરોડ જેટલી રકમ ચુકવાઈ હતી.પરંતુ 30 થી 35 જેટલા ખેડુતોના ખાતામાં ગોટાળા બાદ હજુ પણ એકાદ કરોડ જેવી ચુકવવાની બાકી રકમ અંગે બેંક દ્રાર કોઈ નિણઁય લેવાયો નથી.પરિણામે આ ખેડુતો બેંકના ધકકા ખાઈ રહ્યા છે.પરંતુ તેઓને સંતોષકારક જવાબ મળતો નથી.તાલુકાના વિવિધ ગામના ખેડુતો સવારે ખેડુતો પાયમાલ થયા છે,પરસેવાની કમાણીના પૈસા પાછા આપોના બેનર સાથે આવી બેંકની બહાર બેસી ગયા હતા.હાલમાં મગફળીની મૌસમ હોય,દિવસ બગડતા હોવાનો રોષ વ્યકત કયોઁ હતો.સાથે જ ઢોલક,મંજીરા સાથે રામધુન બોલાવી જયાં સુધી આ પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી કાયઁક્રમ ચાલુ રાખવાનું જણાવ્યું હતું.પત્રકારોએ બેંક મેનેજર સુવાગીયાને જણાવતા તેઓએ આ બાબતે કશું જ કહેવાનો ઈન્કાર કયોઁ હતો.આગેવાનોની બેંકના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત બાદ ખેડુતોના ડોકયુમેન્ટ જામનગર તપાસી અમદાવાદ મોકલવામાં આવશે.ત્યારબાદ અમદાવાદથી નિણઁય લેવામાં આવશે તેમ જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL