માંગરોળ પાસેથી રૂા.રપ લાખની રોકડ ઝબ્બે

December 7, 2017 at 11:41 am


વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ રોકડ રકમની ગેરકાયદે હેરફેર રોકવા ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ત્યારે આજે સાંજે માંગરોળની કેશોદ ચોકડી નજીક પોલીસ અને સી.આઈ.એસ.એફ.એ ત્યાંથી પસાર થતી એક કાર રોકાવી તલાશી લેતા તેમાંથી 25 લાખ રુ. રોકડા મળી આવ્યા હતા.જો કે તેમાં સવાર બંને શખ્સો બેંકના કમંચારીઆે હોવાનું જણાવી વેરાવળ શાખામાંથી માધવપુર બ્રાંચમાં કેશ લાવતા હોવાનું જણાવ્યું હતું.બનાવની જાણ થતા પોલીસ, ઈન્કમટેક્ષ,સી.આઈ.એસ એફ.,સ્ટેટીક સવેંલન્સ ટીમ સહિતના અધીકારીઆે દોડી આવી કાયંવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળના કેશોદ રોડ પર સાંજે પાંચેક વાગ્યે ચેકિંગ દરમિયાન પોલીસ અને સી.આઈ.એસ.એફ. કંપની નં.522- ના જવાનોએ વેરાવળ બાયપાસથી માધવપુર જતી ફિગો કાર(જી.જે.-12–9118)ને રોકાવી હતી.જેની તપાસ કરતા તેમાં કોથળો મળી આવ્યો હતો. જે ખોલતા તેમાં 2000,50 તેમજ 10ની ચલણી નોટોના બંડલ જોવા મળ્યા હતા.ત્યારબાદ ઉચ્ચ અધિકારીઆેને જાણ કરાઈ હતી. પુછપરછમાં કારમાં સવાર અભય પરબતભાઈ બારડ પોતે જુનાગઢ જીલ્લા સહકારી બેંકની માધવપુર શાખામાં એકાઉન્ટ હોવાનું અને સાથે રહેલા દુદાભાઈ પરબતભાઈ પટ્ઠાવાળા હોવાનું જણાવ્યું હતું.સાથે જ માધવપુર બેંકમાંથી 25 લાખનો ડ્રાફટ લઈ નિકળ્યા બાદ વેરાવળની શાખામાંથી આ નાણાં લઈ માધવપુર પરત જતા હોવાનું કહ્યું હતું.પરંતુ તેઆે પાસે કોઈ આધારપુરાવા ન હતા.ત્યારબાદ પી.એસ.આઈ. રાઠોડ,ચુંટણી પંચ સહિતના અધિકારીઆેને જાણ કરાતા બેંક મેનેજરનો સંપકં કરાયો હતો.આ લખાઈ રહ્યું છે ત્યારે પંચનામુ,નિવેદન સહિતની કામગીરીનો ધમધમાટ ચાલુ છે. તેમજ હાલ આ રોકડ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

print

Comments

comments

VOTING POLL