માંડવીમાં શરાબની મહેફીલ માણતા ત્રણ ઈસમો ઝડપાયા

June 14, 2018 at 9:20 pm


તમામ સામે પ્રાેહિબિશન હેઠળ ગુનાે દાખલ કરાયો

માંડવીના મસ્કા ચાર રસ્તા પાસે કારમાં શરાબની મહેફીલ માણતા ત્રણ ઈસમો આબાદ ઝડપાઈ ગયા હતા. ગત રાત્રિ દરમિયાન કારમાં પાેલીસે કરણ નારાણ ચૌહાણ, સુમિત રમેશ જાડેજા, સંજયિંસહ રાજેન્દ્રિંસહ રાઠોડને મરીન પાેલીસે પકડી પાડ્યા હતા. આ બનાવમાં કરણ નાશાતળે કાર ચલાવતાે હતાે તેમજ બે ઈસમો નશાયુક્ત હાલતમાં હતા. તેઆેની સામે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિ પેટ્રાેલીંગ દરમિયાન આ દરોડો પાડવામાં આવ્યો હતાે. માંડવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તાે ઠેક ઠેકાણે દારૂના નશા હેઠળ પિયક્કડો નજરે જોવા મળે છે તેવા ઈસમો સામે કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે માંડવીના બીચ વિસ્તારમાં પણ પેટ્રાેલીંગ સઘન બનાવવી જરૂરી બની રહે છે. માંડવી શહેરમાં બહારથી ફરવા આવતા કેટલાક નબીરાઆે બીચ તેમજ આસપાસના વિસ્તારોમાં દારૂની મોજ માણતા જોવા મળે છે ત્યારે તેઆે સામે પાેલીસ કાર્યવાહી કરવામાં પાછીપાની કરતી હોવાની રાવ લોકો દ્વારા ઉઠવા પામી છે. આ અંગે પાેલીસ તટસ્થ બનીને કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે.

print

Comments

comments

VOTING POLL