માછીમારોની તમામ મુખ્ય સમસ્યાઆેનું નિરાકરણ કરવા વડાપ્રધાનની ખાત્રી

January 10, 2019 at 7:28 pm


પોરબંદર સહિત ગુજરાતના માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા વડાપ્રધાન દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. ગુજરાતના માછીમારોનું પ્રતિનિધિ મંડળ તેઆેને રૂબરૂ મળ્યું હતું.
માછીમારોના વિવિધ પ્રશ્નો અને ચર્ચા જુની રજુઆત અને માંગણીઆે પુરી થાય તેવા આશયથી ગુજરાત ખાતેથી એક ડેલીગેશન દિલ્હી ખાતે પહાેંચેલ અને ત્યારે એન.ડી.એ.ની ભાજપ સરકારના અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળવાનો સમય મળતા રાજેશભાઇ ચુડાસમાની આગેવાનીમાં ગુજરાતના માછીમાર આગેવાનો અખીલ ભારતીય ફિશરમેન એશો.ના પ્રમુખ વેલજીભાઇ મસાણી, વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, માંગરોળ બોટ એશો.ના પ્રમુખ માધાભાઇ ભદ્રેસા, પોરબંદર માછીમાર બોટ એશો.ના મંત્રી દિપકભાઇ લોઢારી, પોરબંદર માછીમાર બોટ એશો.ના એડવાઈઝર રાજુભાઇ બાદરશાહી, માંગરોળથી રામજીભાઇ ગોહેલ, વેરાવળથી કીરીટભાઇ ફોફંડી તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, કણાર્ટક, દક્ષિણ ભારત સહિતના માછીમાર કોમ્યુનીટીના આગેવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા અને માછીમારોની મુખ્ય સમસ્યાઆે માછીમારોને સેન્ટ્રલ એકસાઈઝમાંથી મુિક્ત આપવી, કેરોસીનના કવોટામાં વધારો કરવો, સેન્ટ્રલ ગર્વમેન્ટમાં ફિશરમેન માટે અલગ મત્સયોદ્યાેગ મંત્રાલયની માંગણી કરવા જેવા અગત્યના મુદ્દાની રજુઆત સાથે માંગણી કરી હતી. વડાપ્રધાન દ્વારા માછીમારોની માંગણીને શાંતિપૂર્વક સાંભળી હતી અને આ માંગણી ઉપર વિચારણા કરીને વહેલાસર ઘટતું કરવાની ખાત્રી આપી હતી.
આ સાથે ડેલીગેશન કૃષિ મંત્રાલયની પણ મુલાકાત લીધી હતી અને મત્સ્યોદ્યાેગ કમીશ્નર કૃષિ વિભાગ સાથે ચર્ચા કરતા કમીશ્નરએ એવી ખાત્રી આપી હતી કે, બાકી રહેલ સોફટલોન પેકેજના લાભાથ}આેની સહાય સરકારમાંથી નજીકના દિવસોમાં રીલીઝ થાય એવા મારા લેવલથી પ્રયત્નો કરવામાં આવશે. માછીમારોની રજુઆત માટે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ અંગત રસ લઇને અને માછીમારોની સાથે રહીને વડાપ્રધાનની મુલાકાત મેળવવામાં સફળતા મેળવી તે બદલ ગુજરાતભરના માછીમારો તેમનો ખુબ ખુબ આભાર માને છે.

print

Comments

comments

VOTING POLL