માણાવદર અને વિસાવદર વિધાનસભા વિસ્તારના 11 કરોડના રોડ રસ્તાના કામો મંજૂર કરતા નીતિન પટેલ

January 11, 2017 at 12:23 pm


જૂનાગઢ જિલ્લાની માણાવદર તથા વિસાવદર વિધાનસભા વિસ્તારના 7 વર્ષથી રીસરફેસ ન થયેલ રોડ, રસ્તાના કામોને સૈધાંતિક મંજૂરી, જોબ નંબરની મંજૂરી આપવામાં આવી છે. જેમાં માણાવદર વિધાનસભા વિસ્તારના કામો માટે રકમ ા.508,86 લાખ તેમજ વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે રકમ રૂ.565,44 લાખ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. રોડ રસ્તાના આ કામોની મંજૂરી મળતા આ વિસ્તારની ગ્રામ્ય જનતાની સુખ સુવિધામાં વધારો થશે. જેમાં વિસાવદર તાલુકાના ચણાકા-ઉમરાળી રોડ, ચણાકા-ગોરખપુર રોડ, ચણાકા-વાંદરવડ, ભુતડી-છેલણકા, જેતપુર-બગસરા તેમજ માણાવદરના રફાળા-દડવા રોડ, દગડ એપ્રોચ રોડ, થાનિયાણા એપ્રોચ રોડ, સરદારગઢ-જીંજરીરોડ, બાંટવા, નાનડિયા, માંડોદરા રોડ, ચિખલોદ્રા-દેશીંગારોડ, માણાવદર, સરદારગઢ, ચુડવા રોડનું મજબુતીકરણ કરવામાં આવશે.આ વિકાસના કામોને સત્વરે મંજૂર કરવા બદલ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, મહામંત્રી ટીનુભાઈ ફડદુ, હિરેનભાઈ સોલંકી, રામજીભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા, રતિભાઈ સુરેજા, ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડિયા, ગાંડુભાઈ કથીરિયા, નિલેશભાઈ ચોથાણી તથા હરસુખભાઈ ગરાળા, દિવાનભાઈ ત્રાંબડિયા અને સંજયભાઈ છોડવડિયાએ આવકારી આભાર વ્યકત કર્યો છે.

print

Comments

comments

VOTING POLL