માત્ર એક મેચ હાર્યો છે, શ્રેણી નહીઃ પરિણામ ન કાઢી લેવા ચાહકો-મીડિયાને કોહલીની અપીલ

August 9, 2018 at 7:22 pm


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈગ્લેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ મીડિયા સાથે વાત કરતા ફેન્સને અપીલ કરી તેઆે જજમેન્ટલ ન બને. કોહલીએ ભારતીય qક્રકેટ ફેન્સને કહ્યું કે, માત્ર એક ટેસ્ટ મેચને લઈને તેઆે સીધા નિષ્કર્ષ પર ન પહાેંચે કારણ કે સમસ્યા ટેકનીકને બદલે માનસિકતા સાથે જોડાયેલી છે. ભારતે Iગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 31 રનથી હારનો સામનો કરવો પડéાે. આ મેચની બંને ઈનિંગમાં માત્ર કોહલી જ 50નો આંકડો પાર કર્યો.
કોહલીએ બીજી ટેસ્ટ પહેલા કહ્યું કે, આપણે આટલી જલ્દી નિષ્કર્ષ પર ન પહાેંચવું જોઈએ. એક ટીમ તરીકે અમે સંયમ જાળવી રાખીએ છીએ, આટલી જલ્દી અનુમાન નથી લગાવતા. અમે નિષ્ફળતાઆે માટે કોઈ પ્રકાર જોતા નથી. જ્યાં સુધી ઝડપથી પડતી વિકેટોની ચિંતા છે તો તે ટેકનીક કરતા માનિસકતા સાથે વધુ જોડાયેલું પાસું છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું, પહેલા 20-30 બોલ કેવી રીતે રમવાના છે તે અંગેની રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ અને મોટાભાગે તે આક્રમકતા સાથે જોડાયેલી નથી હોતી. અત્યારે આપણે આક્રમકતાને બદલે સંયમ જાળવવાની જરુર છે. કોહલીએ કહ્યું કે, તે ટીમની રીતે એનું વિશ્લેષણ કરતો નથી કે, હાર કેટલી ખરાબ હતી કારણ કે તેનું ધ્યાન આગામી મેચમાં આેછી ભૂલો કરવા પર હોય છે. કોહલીએ કહ્યું કે, બહારથી જોતા આ ખૂબ ખરાબ લાગે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે ટેસ્ટ qક્રકેટ હોય અને આપણે Iગ્લેન્ડમાં રમી રહ્યાં હોય, જ્યાં દરેક સ્થિતિમાં રમવું મુશ્કેલ છે. પણ આપણે માત્ર ભૂલોમાં ઘટાડો કરવાની જરુર છે અને આગળ બહુ ચિંતા કરવાની જરુર નથી.
કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવાઈ રહ્યાં છે પણ કેપ્ટને પોતાનો બચાવ કરતા કહ્યું કે તે પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ આપી રહ્યાે છે. તેણે કહ્યું કે, એક કેપ્ટન તરીકે મારાથી જેટલા પ્રયત્નો થઈ શકે છે હું કરું છું અને ટીમ મેનેજમેન્ટ પાસેથી પણ સતત ફીડબેક મળતું રહે છે. લોકોનો રમતને જોવાનો પોતાનો અભિગમ હોય છે અને કેપ્ટનશિપની બાબતમાં તેમના પોતાના વિચાર હોય છે પણ મને લાગે છે મારો તમામ ખેલાડીઆે સાથે સારો સંવાદ છે.
કોહલીએ સંકેત આપ્યા કે, પિચ સૂકી દેખાઈ રહી છે અને આવામાં રવિન્દ્ર જાડેજા અથવા કુલદીપ યાદવના રુપમાં બીજો સ્પિનર ઉતારી શકાય છે. તેણે કહ્યું કે, આ આકર્ષક લાગી શકે છે. અત્યારે પિચ જોઈને આવ્યો છું જે ક્યારેક બહુ કડક અને શુષ્ક લાગી રહી છે. છેલ્લા બે મહિનાથી લંડનમાં ખૂબ ગરમી છે. પિચ પર ઘણું ઘાસ પણ છે અને આ વિકેટ માટે જરુરી પણ છે. કોહલીએ કહ્યું કે, બે સ્પિનર્સ સાથે ઉતરવાનો વિચાર સારો લાગી રહ્યાે છે પણ અમે ટીમનું સંતુલન જોઈને નિર્ણય કરશે. પણ બે સ્પિનર નિિશ્ચતપણે ટીમમાં સ્થાનના દાવેદાર છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *