માત્ર યાદી જાહેર કરવાથી કાંઈ ન વળે

April 9, 2018 at 8:47 pm


ાકિસ્તાન આતંકવાદને પોષણ આપી રહ્યું છે તે બાબત ફરી એકવાર ખુલ્લી પડી છે. સંયુકત રાષ્ટ્ર્ર(યુએન)એ પાકિસ્તાનમાં રહેતા ભારતના ભાગેડુ અંડર વલ્ર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત ૧૩૯ આતંકવાદીઓની યાદી જારી કરી છે. દાઉદ ઉપરાંત આ યાદીમાં લશ્કર એ તોઈબાના મુખિયા હાફિઝ સઈદનો પણ સમાવેશ થાય છે. હાફિઝ મુંબઈ હત્પમલાનો માસ્ટર માઈન્ડ છે યારે દાઉદ પર ૧૯૯૩માં મુંબઈમાં શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો બદલ કેસ ચાલી રહ્યા છે અને તે મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. અહીં સવાલ એ થાય છે કે આવી યાદીઓ જાહેર કરવાનો કોઈ અર્થ છે ખરો ? અગાઉ પણ આ પ્રકારની યાદી જાહેર થઈ ચુકી છે પરંતુ તેમા રહેલા આતંકીઓ સામે કોઈ પગલા ભરી શકાયા નથી.
સંયુકત રાષ્ટ્ર્રની આ નવી યાદીમાં મુંબઈ હત્પમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને ભારતમાં અનેક કેસોમાં વોન્ટેડ અંડરવલ્ર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ કરાયું છે. દાઉદ કરાચીમાં યાં રહે છે તે ઘરનું એડ્રેસ પણ આ સાથે લખવામાં આવેલું છે. યુએનનો દાવો છે કે દાઉદનો કરાચીના નૂરાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં રાજવી ઠાઠ ધરાવતો એક બંગલો છે. લશ્કર એ તોઈબાના વડા હાફિઝ સઈદનું નામ આ યાદીમાં એવા આતંકવાદી તરીકે સામેલ કરવામાં આવ્યું છે જેને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હોવાના કારણે ઈન્ટરપોલ શોધી રહી છે. લશ્કર એ તોઈબાના મીડિયા પ્રભારી અને હાફિઝના સહયોગી અબ્દુલ સલામ અને ઝફર ઈકબાલને પણ આ યાદીમાં સામેલ કરી દેવાયા છે. હાફિઝની જેમ જ ઈન્ટરપોલ આ તમામને પણ શોધે છે.
આ યાદીમાં એ તમામ લોકોનાં નામ છે જેઓ પાકિસ્તાનમાં રહે છે કે પછી એવા સંગઠનો સાથે સંકળાયેલા છે જેઓ આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરે છે. આ યાદીમાં પ્રથમ નામ અયમાન અલ–જવાહિરીનું છે. જેને અલ–કાયદાના વડા ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર્રનો દાવો છે કે જવાહિરી હજુ પણ અફઘાનિસ્તાન–પાકિસ્તાન સરહદ પાસે રહે છે. લિસ્ટમાં જવાહિરીના કેટલાક સહયોગીના નામ પણ છે

print

Comments

comments

VOTING POLL