માત્ર લીડ અભિનેત્રીના રોલ કરશે : પ્રિયંકાની સ્પષ્ટ વાત

August 8, 2018 at 6:29 pm


બાેલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં પાેતાની કુશળતાના કારણે લોકપ્રિયતા મેળવી લેનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સાફ શબ્દોમાં કહ્યાુ છે કે તે લીડ અભિનેત્રીવાળા રોલ જ કરશે. તે સિવાય તે કોઇ ફિલ્મમાં કામ કરવાની યોજના ધરાવતી નથી. તેનુ કહેવુ છે કે તે સહાયક અભિનેત્રી અને આ પ્રકારના અન્ય રોલ કરવા માટેની ઇચ્છા ધરાવતી નથી. ઇન્ટરનેશનલ પ્લાટફોર્મ પર પાેતાની અલગ આેળખ ઉભી કરી ચુકેલી પ્રિયંકા ચોપડાએ કહ્યાુ છે કે તે ઘણા સમયથી હિન્દી ફિલ્મોથી દુર રહી છે. હાલમાં તેને સલમાન ખાનની સાથે ભારત ફિલ્મ મળી જતા ચાહકો ભારે ઉત્સુક અને ખુશ હતા. આ બંનેની જોડીને જોવા માટે ચાહકો આશાવાદી બનેલા હતા. જો કે હવે પ્રિયંકા ચોપડા ફિલ્મમાંથી નિકળી જતા ચાહકો નિરાશ થયા છે. તે અંગત કારણોસર ફિલ્મમાંથી નિકળી ગઇ છે. ફિલ્મમાંથી નિકળી ગયા બાદ અટકળોનાે દોર ચાલી રહ્યાાે હતાે. હવે પ્રિયંકા ચોપડાએ સંકેત આÃયો છે કે ફિલ્મમાં તે લીડ રોલમાં દેખાઇ રહી ન હતી. પ્રિયંકા ભારતમાં પાેતાની સહ અભિનેત્રી દિશા પટનીની સાથે ફિલ્મના પાેસ્ટસૅ શેયર કરવા માટે ઇચ્છુક ન હતી. જેથી તે હવે ફિલ્મ કરવા માટે ઇન્કાર કરી ચુકી છે. જેથી તે ફિલ્મ સાવધાનીપૂર્વક હાથ ધરી રહી છે. પ્રિયંકા ચોપડાએ કહ્યાુ છે કે તે હવે જે ફિલ્મ અને ટીવી શોની પસંદગી કરશે તેમાં જો લીડ રોલ હશે તાે જ સ્વીકાર કરશે. તે રોલ સાથે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. એક રિપાેર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે જે રોલ કરી રહી છે તેને તેની જાતિ સાથે કોઇ લેવાદેવા નથી. જેથી તે કોઇ પણ દેશની ફિલ્મ કરી રહી છે. લીડિંગ રોલને લઇને તે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. પ્રિયંકા હાલમાં ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે.

print

Comments

comments

VOTING POLL