માત્ર ૬ સેકન્ડમાં એકાઉન્ટ નંબર આપ્યા વગર પૈસા થઈ શકશે ટ્રાન્સફર

January 12, 2018 at 11:01 am


પૈસા મોકલવા માટે હવે તમારે કોઈને બેન્ક એકાઉન્ટ નંબર અથવા આઈએફએસસી કોડ આપવાની જર નહીં રહે. આધાર નંબરથી જ તમે તમારા ખાતામાં પૈસા મોકલી શકશો. અનેક બેન્કોએ આ સેવા પણ શ કરી દીધી છે. આ સેવા લેવા માટે બેન્ક ખાતાનું આધાર સાથે જોડાણ જરી છે.
આ સુવિધા બેન્કોની યુપીઆઈ એપ દ્વારા મેળવી શકાય છે. યુપીઆઈ એપમાં તમારે માત્ર આધારનંબર અને ખાતામાં કેટલા પૈસા મોકલવા છે તેની જાણકારી મોકલવાની રહેશે. કયા ખાતામાં આધાર દ્વારા કેટલા નાણા ગયા છે તેને યુએસએસડી કોડ (*99*99*1)થી જાણી શકાશે. મોબાઈલથી કોડ ડાયલ કરવા પર આધાર નંબર પૂછવામાં આવશે. નંબર નાખતાની સાથે જ બેન્કનું નામ આવી જશે પરંતુ ખાતાની જાણકારી નહીં મળે.
આ પ્રક્રિયાને કારણે અનેક ઝંઝટોમાંથી પણ મુક્તિ મળશે. તમારે બેન્ક ખાતા, આઈએફએસસી કોડ નહીં આપવો પડે. ડિઝિટલ રીતે ચૂકવણામાં બેન્ક ખાતાના રજિસ્ટ્રેશનમાં લાગનારો સમય પણ બચી જશે. 50 હજાર પિયા પ્રતિ દિવસ એક બેન્ક ખાતામાંથી મોકલી શકાશે જ્યારે 6થી 7 સેક્ધડમાં આધાર નંબરથી પૈસા ટ્રાન્સફર થઈ જશે.

print

Comments

comments

VOTING POLL