માથામાં આવતી હોય ખંજવાળ તો અપનાવો આ ટિપ્સ

June 12, 2018 at 6:31 pm


માથામાં ખંજવાળ આવી રહી છે તો કોઇ કામ કરવામાં મન લાગતું નથી. ગરમીની ઋતુમાં આ સમસ્યા ખૂબ વધી જાય છે. આમ તો વાળમાં ખંજવાળ આવવાના કેટલાક કારણો હોય શકે છે. પરંતુ વાળના જડમાં શુષ્કતાના કારણે આ સમસ્યામાં ખૂબ વધી જાય છે.

જો વાળના મૂળમાં ડ્રાયનેસનો ઇલાજ કરવામાં ન આવે તો ખંજવાળ આવવાની સાથે-સાથે ખોડાની સમસ્યા પણ વધી જાય છે અને ખોડાનો ઇલાજ કરવામાં ન આવે તો માઇક્રોબિયલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. જેથી સ્કેલ્પને ક્યારેય પણ શુષ્ક ન રહેવા દો. જેના માટે આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેનાથી તમે આ સમસ્યાથી રાહત મળી શકે છે.

ટી ટ્રી ઓઇલ
દુનિયાભરમાં ટી ટ્રી ઓઇલનો પ્રયોગ લોકો સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. તેમા ટરપીન્સ નામના યૌગિક રહેલા છે. જે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણોથી લેસ હોય છે. તેના ઉપયોગથી વાળના જડમૂળમાં ભેજ રહે છે અને ખંજવાળથી પણ રાહત મળી જાય છે. બે ચમચી ટી ટ્રી ઓઇલને એક ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરો. કોટનને મિશ્રણમાં ડૂબાડી દો અને તેને વાળના મૂળમાં લગાવીને મસાજ કરો. એક અઠવાડિયા પછી તમને ખંજવાળ અને ખોડાની સમસ્યાથી રાહત મળશે.

એલોવેરા

આ વાત તો દરેક લોકો જાણે છે કે એલોવેરામાં ભરપૂર ગુણ રહેલા છે. પરંતુ શુ તમે જાણો છો કે એલોવેરાનો ઉપયોગ તમારા વાળને સુંદર, મજબૂત અને ખોડાની સમસ્યાથી દૂર રાખે છે. એલોવેરા જેલને વાળના મૂળમાં લગાવીને મસાજ કરો. 15 મિનિટ મસાજ કર્યા પછી તેને શેમ્પુથી ધોઇ લો. આમ કરવાથી માથામાં આવતી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

એપ્પલ વિનેગર

એપ્પલ વિનેગર એટલે સફરજનનું વિનેગર.. જે માથાની ગંદકી સાફ કરવા માટે ઘણા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. 3/4 પાણીની સાથે એક 1/4 એપ્પલ વિનેગર ઉમેરીને તેનાથી રોજ વાળની માલિશ કરવાથી માથામાં આવતી ખંજવાળથી છૂટકારો મળે છે

print

Comments

comments

VOTING POLL