માધાપરનાં અઢી વર્ષનાં બાળક સહિત વધુ પાંચને સ્વાઇન ફ્લુ

October 5, 2017 at 9:04 pm


કચ્છમાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 278 ઉપર પહોચ્યો ઃ 18 દરદીઆે વિવિધ હોસ્પિટલમાં દાખલ જ્યારે 215 દરદી રોગમુક્ત

કચ્છમાં શરદ પૂનમનાં મોટા તહેવારે પણ સ્વાઇન ફ્લુ પાેતાની હાજરી નાેંધાવાનું ચુક્યો નથી. કારણકે આજે સ્વાઇન ફ્લુએ વધુ પાંચનાે શિકાર કરતાં જીલ્લામાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 278 ઉપર પહાેંચી ગયો છે. તાે આ પૈકી અત્યાર સુધીમાં 45 દરદીનાં મોત થઇ ચૂક્યા છે, જ્યારેે 18 દરદીઆે વિવિધ હોÂસ્પટલમાં સારવાર હેઠળ હોવાનું તેમજ અત્યાર સુધીમાં 215 દરદીઆે સાજા થઇ જતાં દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોગ્ય વિભાગનાં ડો.કુમીૅએ આ તકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જીલ્લામાં સ્વાઇન ફ્લુનાં રોજબરોજ એકાદબે કેસ ઉજાગર થતાં રહે છે, ત્યારે આજે વધુ પાંચ કેસ સામે આવતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 278 ઉપર પહાેંચી ગયો છે. જે પાંચ કેસ સામે આવ્યા તેમાંથી ત્રણની હાલત ગંભીર હોતા બે દરદીને આેક્સીજન ઉપર અને એકને વેલ્ટીનેટર ઉપર સારવાર આપવામાં આવી રહી છે.

આજે જે પાંચ કેસ સામે આવ્યા તેમાં ભુજ તુલાકનાં માધાપરનાં અઢી વર્ષનાં બાળક, ભુજની îીધામેશ્વર કોલોનીમાં રહેતા 62 વષીૅય મહિલા, અંજાર તાલુકાનાં નાગલપર મોટી ગામમાં રહેતા 60 વષીૅય વૃધ્ધ, અબડાસા તાલુકાનાં સાંઘીપુરમાં રહેતા 44 વષીૅય યુવાન અને ભુજનાં સંસ્કારનગરમાં રહેતા 14 વષીૅય બાળકનાે સમાવેશ થાય છે.

આ પાંચેય દરદીઆેની તબીયત લથડતા વધુ સારવાર અથેૅ દવાખાને દાખલ કરવામાં આવેલ. જ્યા શંસ્કાસ્પદ સ્વાઇન ફ્લુનાં આધારે લેવાયેલા રક્તનાં નમુનામાં પાેઝીટીવ લક્ષણો જોવા મળ્યા હોય તુરંત આ દરદીઆેનાં પરિવારોની આરોગ્ય તપાસની સાથે કોન્ટેક્ટ પર્શનને શોધીને જરૂરી એવી દવા આપવાની દિશામાં ચક્રાે ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

અંતમાં તેમણે અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ 278 જેટલા ઉજાગર થયેલા પાેઝીટીવ કેસ પૈકી હાલે 18 જેટલા દરદીઆે વિવિધ દવાખાનાઆેમાં સારવાર લઇ રહ્યાા છે, જ્યારે મહત્તમ કહી શકાય એટલા 215 દરદી સાજા થઇ જતાં દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL