માધાપરમાં ગેરેજને નુકસાન બનાવીને 1.90 લાખની ચોરી

October 5, 2017 at 9:00 pm


ભુજ-માધાપરમાં ચોરીની ઘટનાઆે દિનપ્રતિદિન વધી રહી છે. જે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. ત્યારે આ ચોરીના બનાવોને અટકાવવા પાેલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યો છે. તે એક હકીકત છે. માધાપર હાઈવે વિસ્તારમાં આવેલ એક ગેરેજને નિશાન બનાવીને તસ્કરો રોકડ રૂા. 1.90 લાખની ચોરી કરી ગયા હતા. આ બનાવમાં હજુ સુધી કોઈ પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ નથી. આ બનાવમાં જાણભેદુ તત્વોનાે હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ભુજના દાદા-દાદી પાર્ક પાસે આવેલ જૈન શેરડી હાઉસ, લેકવ્યુ આવેલ કાજલ પાન, ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ આેમ આેટો અને આશાપુરા આેટોમાંથી ચોરીનાે બનાવ બનવા પામ્યો હતાે. પરચુરણ સરસામગ્રી તફડાવી ગયા હતા. જોકે આ મામલે પણ હજુ કોઈ નાેંધાવાઈ નથી. જેથી અનેક તર્ક વિતકોૅ વહેતા થયા છે. પાેલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. પાેલીસ પેટ્રાેલીંગ સઘન બનાવવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. આ દિશામાં તપાસ થાય તે ઈચ્છનીય બની રહે છે.

print

Comments

comments

VOTING POLL