માધાપરમાં ટ્રકમાંથી સ્પેરપાર્ટની ચોરી

September 6, 2018 at 9:06 pm


મામલો પાેલીસ મથકે પહાેંચ્યો

તાલુકાના હાઈવે વિસ્તારમાં ટ્રકમાંથી ટાયોર અને ડિશની ચોરીનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ ગત તા. રપ-8ના સમયગાળા દરમિયાન બી.એમ. શો રૂમ પાછળ ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ટ્રક નં. જીજે.1ર.એ.ટી. પ634માંથી કોઈ અજાણ્યા ઈસમો ટાયર નંગ 11, પ ડિશ સહિત 1.રપ લાખની ચોરી કરી જતાં ભુજ બી ડિવિઝન પાેલીસ મથકે ટ્રક માલીક વેલજી ખેંગાર આહિરે ફરીયાદ નાેંધાવી છે. જાણભેદુ તત્વોનાે હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈવે વિસ્તારમાં અવાર-નવાર ચિભડ ચોરીના બનાવો બની રહ્યાા છે. ત્યારે પાેલીસ દ્વારા હાઈવે વિસ્તારમાં પેટ્રાેલીંગ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. થોડા સમય પૂવેૅ આ જ વિસ્તારમાં ડિઝલ ચોરીના બનાવો પણ પ્રકાશમાં આવવા પામ્યા હતા. ત્યારે આવા બનાવો ન બને તે માટે ટ્રક માલિકોએ જાગૃતતા દાખવવી જરૂરી બની રહે છે. હાઈવે વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઈસમો સામે નજર રાખવી જરૂરી બની રહે છે.

print

Comments

comments

VOTING POLL