માધાપર અને કોટડામાં અપમૃત્યના બનાવમાં બેના મોત

April 14, 2018 at 9:00 pm


પરિવારજનાેમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

તાલુકાના માધાપર અને કોટડામાં અપમૃત્યુના બનાવમાં બે વ્યક્તિઆેના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ બનાવથી પરિવારજનાેમાં ઘેરા શોકની લાગણી સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ માધાપર ખાતે આવેલા મતિયા કોલોનીમાં રહેતા ભીમજી વીરજી મહેશ્વરી (ઉ.વ.3પ)એ સવારે ગળેેફાંસાે ખાઈ લીધો હતાે. આ બનાવની જાણ ભુજ બી ડિવિઝન પાેલીસને કરવામાં આવી હતી. સમગ્ર બનાવમાં પાેલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ મહત્વની કડી મળવા પામી નથી.

બીજી તરફ ભુજ તાલુકાના કોટડા ખાતે ભાવેશ કાનજીભાઈ મહેશ્વરી ગત તા. 10-4ના ઝેરી દવા પી લીધી હતી. જેઆેને સારવારઅથેૅ ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પાેલીસને કરવામાં આવી છે. તેવું તપાસનીસે જણાવેલ હતું.

print

Comments

comments

VOTING POLL