માધાપર ચોકડી પાસે યુવાન પર ચોરીનું આળ મુકી અજાÎયા શખસોએ ધોકાવ્યો

July 12, 2018 at 3:10 pm


150 ફૂટ રિગરોડ પર આવેલ રામાપીર ચોકડીથી માધાપર ચોકડી તરફ જવાના રસ્તે નવા બંધાતા બિલ્ડિંગમાં યુવાન પર ચોરીનું આળ મુકી અજાÎયા શખસોએ માર મારતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગેની વિગત મુજબ રૈયા ચોકડી પાસે અમૃતા હોસ્પિટલ પાસેની શેરીમાં રહેતો યશવંત ખેંગારભાઈ પરમાર ઉ.વ.30 નામનો રજપુત યુવાન ગઈકાલે રાત્રીના 3 વાગ્યરે રામાપીર ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા ડાબીબાજુથી પાર્ટી પ્લોટ પાસે નવા બંધાતા બિલ્ડિંગ પાસે હતો ત્યારે અજાÎયા પાંચ શખસોએ યુવાન પર ચોરી કરવા આવ્યો હોવાનું આળ મુકી સળિયાથી માર મારી ઈજા કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જયારે અન્ય એક બનાવમાં જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં રહેતો અમિત મંગાભાઈ પરમાર ઉ.વ.28 નામનો યુવાન ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે બજરંગવાડી પોલીસ ચોકી સામે હતો ત્યારે અજાÎયા બે શખસોએ કોઈ બાબતે ઝઘડો કરી માર મારતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL