માનગઢમાં આડા સંબંધ મુદ્દે બંદૂકના ભડાકે હત્યા કરવાના બનાવમાં પાંચ શખ્સાેને આજીવન કેદ

September 14, 2018 at 9:13 pm


ર013 દરમિયાન ઘટના બનવા પામી હતી ઃ અંજાર કોર્ટનાે ચુકાદો

આજે કોટેૅ મહત્વનાે ચુકાદો આપ્યો છે. રાપર તાલુકાના માનગઢ ગામે આડા સંબંધ મુદ્દે કોલી સમાજના એક પરિવાર અન્ય પરિવાર પર ઘાતક હુમલા અને તે અંતગૅત દેશી તમંચામાંથી ગર્ભવતી મહિલાના પેટમાં ગાેળી મારીને હત્યા કરી નાખવાના બનાવમાં અંજારની કોટેૅ આજીવન કેદની સજા ફટકારતાે હુકમ કયોૅ છે.

જાણવા મળતી વિગતાે મુજબ 10 જુન ર013ના માનગઢમાં રહેતા બાબુભાઈ કોલીના પુત્ર પ્રવિણને માદેવા પાેપટ કોલીની દિકરી સાથે આડા સંબંધ હતા. બન્ને પરિવાર વચ્ચે અવાર-નવાર તણખા ઝરતા હતા. દરમિયાન બનાવના દિવસે માદેવા પાેપટ કોલી અને તેની પત્ની અને પિતરાઈ ભાઈઆેએ ધારિયા, લોખંડના પાઈપ, દેશી પિસ્તાેલ વડે બાબુભાઈના ઘરે જઈને ઘાતક હુમલો કયોૅ હતાે. આરોપીઆેએ બાબુભાઈ તેમના પુત્ર કાનજી, પ્રવિણ, જેમલ પર ધોકાથી માર માયોૅ હતાે. પુત્રવધુ ચકુબેન કે જે ગર્ભવતી હતી તેના પેટ પર હિરા કોલીએ દેશી તમંચાથી ગાેળી મારી હતી. જેમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવમાં કાનજી બાબુ કોલીએ પ વિરૂદ્ધ આમ્સૅ એક્ટ સહિતની કલમતળે ગુનાે દાખલ કરાયો છે. અંજારના પાંચમા અધિક સેશન્સ જજ ડી.એમ.પંચાલે ર1 સાક્ષીઆે, ર9 દસ્તાવેજી પુરાવાના આધારે પાંચેય આરોપીને હત્યા કેસમાં દોશી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. માદેવા કોલી, દિવાળીબેન કોલી, હિરા બાબુ કોલી, દેવા બાબુ કોલી અને રાયધણ રવા કોલીને આ સજા ફટકારી છે. હિરાને આમ્સૅ એક્ટની કલમો તળે 10 હજારનાે દંડ ફટકારાયો છે. ફરિયાદીના વકીલ તરીકે હેતલકુમાર સાેનપાર રહ્યાા હતા. અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશીષ પ્રફુલચંદ્ર પંડâાએ દલીલો કરી હતી.

print

Comments

comments

VOTING POLL