માનો ગરબો રે રમે રાજને દરબાર: આરતીથી લઈ વંદે માતરમ સુધી નોરતાનો નવરંગો શણગાર

September 11, 2017 at 5:46 pm


નવલા નોરતાના નગારા ગણતરીના દિવસોમાં વાગશે. નવરાત્રી પુર્વે બજારમાં ચણીયા ચોળી, દાંડીયા અને આભુષણોનો ઝગમગાટ પથરાયો છે. શહેરમાં ચોતરફ નવલા નોરતાના અનોખા શણગાર નજરે પડે છે. યુવતીઓ ચણીયાચોળી અને યુવકો કેડીયા, ધોતીના ડ્રેસીસના બુકીંગમાં બીઝી થઈ ગયા છે. માડી તારા ગરબે ઘુમવું છે… ગરબે રમવા રાસ રસિયાઓ આતુર બન્યા છે.

છેલ્લા ઘણાં મહિનાઓથી ગરબે ઘુમવા થનગની રહ્યા છે. નવ-નવ નોરતામાં નવલા શણગારથી શોભી ઉઠતા ખેલૈયાઓથી શહેરનો નજારો નયનરમ્ય હોય છે. ચમકદાર ચણીયાચોળી અને કલાત્મક કેડીયાના બુકીંગ અને ડીઝાઈન માટે અત્યારે ભીડ જોવા મળી છે. શ્રાવણ માસ પુર્ણ થતાની સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ભાડે આપતા ડ્રેસીસના વેપારીઓએ બુકીંગ શ કરી દીધું છે. નવરાત્રીના તહેવારને અનુલક્ષીને બે-ત્રણ માસ પુર્વે જ નવરંગા પહેરવેશનું બુકીંગ શ થાય છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે કચ્છી ચણીયાચોળી અને કેડીયાનો ડ્રેસીસનો ક્રેઝ વધુ છે.

શહેરના કિશાનપરામાં આ વ્યવસાય સાથે જોડાયેલા વેપારી હરીશ આહીરે જણાવ્યું હતું કે, ગરબે ઘુમવા ગામઠી ચણીયાચોળીનું આકર્ષણ વધી રહ્યું છે. બદલાતા સમય સાથે હવે તેમાં વેસ્ટર્ન ડીઝાઈન પણ ઉમેરાઈ છે. આ વર્ષે પણ રામલીલાના ચણીયાચોળીની ચમક જોવા મળી છે.
આ ઉપરાંત નીલેન્થ કચ્છી પેરા, ગરબે ઘુમવા ઘેરદાર 16, 19 કલીના ચણીયાચોળી તો યુવાનોમાં પારંપારીક કેડીયા, પ્રિન્ટેડ ધોતી અને કચ્છી સ્ટાઈલના કેડીયા ધોતી, કોટી, ટોપી આવી છે.
આ વર્ષે નવરાત્રીના પરંપરાગત પોશાકમાં વેસ્ટર્ન ડ્રેસીસનો સમન્વય જોવા મળી રહ્યો છે. ટુંકમાં માઁની આરતીથી લઈ વંદે માતરમનો ડ્રેસીસ ઉપલબ્ધ છે. જયાં જયાં નજર પડે ત્યાં ત્યાં નવલખા વસ્ત્રો મળે જોવા… પરંપરાગત પોશાકની સાથે ઓકસોડાઈઝ જવેલરીનો ક્રેઝ છે.

નવલા નોરતા આવતાની સાથે જ માના ગરબા રાજકોટના દરબારમાં જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં ગરબાનું સ્થાપ્ન કરી પુજા અર્ચન કરાય છે. ત્યારે આ માટીના ગરબા બજારમાં જોવા મળે છે. ગેના આ ગરબામાં હવે કલાત્મકતાનો રંગ જોવા મળી રહ્યો છે. તો ઘણા ભાવિકો પિતળના ગરબાનું પણ અખંડ સ્થાપ્ન કરે છે. આ ઉપરાંત ગરબી અને અવર્ચિીન ગરબામાં સંગીતના સાધનોનું મહત્વ વધારે હોય છે. જેના કારણે ગરબી મંડળો દ્વારા ઢોલ નગારાની ખરીદી તો કયાંક તેનું રિનોવેશન ચાલી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL