મારુતિએ તાત્કાલીક અસરથી ભાવમાં રૂા.6,100 સુધી વધારો કર્યો

August 17, 2018 at 11:34 am


મારુતિ સુઝુકીએ કોમોડિટી અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે હળવો કરવા તથા ફોરેન એકસ્ચેન્જ રેટ્સની ગંભીર અસરને ખાળવા માટે ગુરૂવારે તેનાં વાહનોના ભાવમાં તાત્કાલીક અસરથી રૂા.6,100 સુધીનો વધારો કર્યો હતો. આ વધારો વિવિધ મોડેલ પ્રમાણે અલગ અલગ છે. કંપની એન્ટ્રી-લેવલની અલ્ટો 800થી લઈને મધ્યમ કદની સેડાન સિઆઝ સહિતની કારનું વેચાણ કરે છે. મારુતિએ ભાવ વધાર્યા તેની પહેલાં અલ્ટો 800નો ભાવ રૂા.2.51 લાખ અને સિઆઝનો ભાવ રૂા.11.51 લાખ હતો. અગાઉ મારુતિના સિયિર એક્ઝિકયુટિવ ડિરેકટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) આર.એસ. કલસીએ કહ્યું હતું કે, કોમોડિટીના ભાવમાં થઈ રેહલી વૃધ્ધિ પર કંપનીની ચાંપતી નજર છે. આ સિવાય ફોરેન એકસ્ચેન્જ રેટની કંપની પર ગંભીર અવળી અસર પડી છે તેમજ ફયુઅલના ભાવ પણ વધી રહ્યા છે. કાચા માલના વધતા ખર્ચને કારણે ટાટા મોટર્સ, એમ એન્ડ એમ, હોન્ડા કાર્સ ઈન્ડિયા જેવી કંપનીઆે પણ ચાલુ મહિને ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે. આની પહેલા એપ્રિલમાં લકઝરી કાર કંપની આેડી, જેએલઆર અને મસિર્ડિઝ બેન્ઝ કસ્ટમ્સ ડéુટીમાં થયેલા વધારાને કારણે ભાવમાં રૂા.1 લાખથી રૂા.10 લાખનો વધારો કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL