મારુતિની અલ્ટોએ ૩૫ લાખના વેચાણને વટાવ્યું

March 6, 2018 at 11:47 am


દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીએ સોમવારે જણાવ્યું હતું કે તેના સૌથી વધુ વેચાતા મોડલ અલ્ટોએ ૩૫ લાખના વેચાણનો આકં વટાવ્યો છે. અલ્ટો બ્રાન્ડે ૨૦૧૭–૧૮માં છ ટકાના દરેક વૃધ્ધિ નોંધાવી હતી. વર્તમાન નાણાકીય વર્ષમાં તેનો બજાર હિસ્સો ૩૩ ટકા છે. અલ્ટો છેલ્લા ૧૪ વર્ષથી સ્થાનિક બજારમાં સૌથી વધુ વેચાતી કાર છે. ૨૦૧૭–૧૮માં લગભગ ૫૫ ટકા ગ્રાહકોએ અલ્ટો પર પસંદગી ઉતારી છે. રસપ્રદ વાત એ હતી કે ૨૫ ટકા લોકોએ તેને વધારાની કાર તરીકે ખરીદી કરી હતી. અલ્ટોના વેચાણમાં લગભગ ૪૪ ટકા જેટલો ફાળો ૩૫થી ઓછી વયના યુવા ગ્રાહકોનો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ફાળો ચાર ટકાના દરેક વધ્યો છે. અલ્ટો સતત નવા ગ્રાહક ઉમેરતી રહી છે. ૨૦૦૮માં તેણે દસ લાખનો અને ૨૦૧૦માં તેણે ૧૫ લાખનો આકં વટાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL