મારુતિ ફાઉન્ડ્રીમાં મીટર સાથે ચેડાં કરીને લાખોની વીજચોરી ઝડપાઇ

February 17, 2017 at 3:05 pm


ગુજરાત ઉર્જા વિકાસ નિગમના માર્ગદર્શન હેઠળ અગાઉ થયેલા સર્વેના આધારે નકકી કરેલા ચોકકસ ઔદ્યોગિક અને વેપારી-ગ્રાહકો ઉપર ગઈકાલે હાથ ધરાયેલા ઘનિષ્ઠ વીજ ચેકિંગમાં શહેરના કોઠારિયા, ગોંડલ રોડ બાયપાસ ઉપર આવેલા મારુતિ નામની ફાઉન્ડ્રીમાંથી મીટર સાથે ચેડાં કરીને ભારે મોટી વીજચોરી ઝડપાઈ હતી. આ સહિત શહેરભરના ચેકિંગમાં કુલ ા.60 લાખના પાવરચોરીના બીલ ફટકારાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં કેટલાક ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ગ્રાહકો મીટર સાથે ગેરરીતિ કરીને પાવરચોરી આચરતા હોવાનું ધ્યાને આવતાં આ બાબતે અગાઉથી સર્વે કરીને જીયુવીએનએલ દ્વારા ચોકકસ ઉદ્યોગો અને વેપારી ગ્રાહકોને ત્યાં ગઈકાલે શહેરભરમાં ગોંડલ રોડ, મોરબી રોડ, 150 ફૂટ રોડ, યાજ્ઞિક રોડ, સોનીબજાર, ગુંદાવાડી, પેલેસ રોડ, કોઠારિયા સોલવન્ટ, પેલેસ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં 72 જેટલી વીજચેકિંગ ટૂકડીઓએ એસઆરપી પોલીસ અને એકસ આર્મીમેન ઉપરાંત વીડિયો ગ્રાફરોને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાવરચોરીના 82થી વધુ કિસ્સાઓ બહાર આવ્યા હતા જેમાં કુલ 60 લાખના પાવરચોરીના બીલ ફટકારવામાં આવ્યા હતા જેમાં કોઠારિયા, ગોંડલ રોડ બાયપાસ પર મુરલીધર વે-બ્રિજવાળી શેરીમાં આવેલી મારુતિ ઈન્ડસ્ટ્રિઝ નામની ફાઉન્ડ્રીમાં મીટર ચેક કરવામાં આવતાં આ ફેકટરીનું મીટર તા.26-10-2016ના બદલવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મીટરની પેટીના સીલ ટેમ્પર કરીને તોડવામાં આવ્યા હતા તેમજ તેની અંદર કરંટ કોઈલ કાપી નાખીને રેકોર્ડિંગ બંધ કરી દેવાયેલું નજરે ચડતાં ચેકિંગમાં રહેલા સુરત રલ સર્કલના ઈજનેર એસ.એમ. પટેલ અને સુરત સિટી સર્કલ ઈજનેર ડી.જી. પટેલ વગેરેએ ફેકટરીના માલિક હિતેષ ધીભાઈ આટકોટીયા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેની સામે 135-બી મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ફેકટરી દ્વારા 100 કે.વી.ના નિર્ધિરિત લોડને બદલે 107 કે.વી. લોડ ઉપાડવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવતું હતું જે મુદ્દે કુલ ા.21.56 લાખનું બીલ ફટકારીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL