મારુતિ 2018ના પ્રારંભમાં નવી સ્વિફટ લાવશે

March 8, 2017 at 11:42 am


સ્વિફટ હેચબેકને કારણે મારુતિ સુઝુકીને યુવાપેઢીમાં અપાર લોકપ્રિયતા મળી છે અને હવે કંપની આ કારના થર્ડ જનરેશન મોડલને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યારે ચાલી રહેલા જિનિવા મોટર શો ખાતે રજૂ થયેલી ન્યૂ જનરેશન સ્વિફટ ૨૦૧૮ના પ્રારંભમાં ભારતીય માર્ગેા પર દોડતી કરવાની મારુતિની યોજના છે.

રૂા.૧,૦૦૦ કરોડના રોકાણ સાથે ડેવલપ થયેલી ન્યૂ જનરેશન સ્વિફટને કંપનીએ આંતરિક સ્તરે ‘ઢજઉ’ કોડનેમ આપ્યું છે અને તેને ત નવા પ્લેટફોર્મ “HEARTECT’ પર બનાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ બલેનો અને ઈિસ માટે વપરાયેલા પ્લેટફોર્મથી ત અલગ છે. “HEARTECT’ આકિર્ટેકચર હળવું નકકર અને ન્યુ જનરેશન પ્લેટફોર્મ છે. જે નવી સ્વીફટને સ્પોર્ટીયર ડિઝાઈન આપશે. પ્લેટફોર્મ રિજિડ હોવાથી ન્યૂ જનરેશન સ્વિફટ વધારે સલામત અને વજનમાં હળવી હશે એવો કંપનીએ દાવો કર્યેા હતો. મારુતિ સુઝુકીના ઈડી (સેલ્સ એન્ડ માર્કેટિંગ) આરએસ કલસીએ જણાવ્યું હતું કે, ‘માર્કેટમાં નવો ઉત્સાહ લાવવા માટે અમે સતત પ્રયાસ કરીએ છીએ. મારુતિ માટે સ્વિફટ પ્રતિકાત્મક બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ સમય સાથે તાલ મિલાવતી રહે તે માટે તેમાં સુધારા જરૂરી છે. યારે પણ નવું મોડલ માર્કેટમાં પ્રવેશે છે ત્યારે તે માર્કેટ વિસ્તરે છે અને નવી સ્વિફટને કારણે પણ આવું જ થશે’ સૌ પ્રથમ ૨૦૦૫માં રજૂ થયેલી સ્વિફટ હેચબેક તેની આકર્ષક ડિઝાઈન અને પ્રીમિયમ ભાવને કારણે લોકોમાં ભારે લોકપ્રિય થઈ હતી. ભારતમાં તેના ૧૫ લાખ જેટલા ગ્રાહકો છે

print

Comments

comments

VOTING POLL