મારૂં દિલ વિશાળ છે, કાેંગીમાં કોઇને ગભરાવાની-ડરવાની જરૂર નથી: વિક્રમ માડમ

August 11, 2017 at 1:52 pm


કાેંગ્રેસના બે મજબુત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને રાઘવજીભાઇ પટેલ દ્વારા વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે જ કાેંગ્રેસને અલવીદા કરી દીધી હોવાથી એમની સાથે રહેલા સમર્થકો પોતાની દિશાને લઇને મુંઝવણમાં મુકાયા છે એવી વ્યાપક પ્રમાણમાં પ્રવર્તતી નાનાં સ્તરના કાેંગીજનોની લાગણીને ગઇકાલે આજકાલ દૈનિકમાં શાબ્દીક વાચા આપવામાં આવી હતી અને કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આ સબંધે માજી સાંસદ વિક્રમભાઇ માડમે પોતાના મંતવ્યમાં એમ સ્પષ્ટ કહયું છે કે મારૂં દિલ ખુબ વિશાળ છે, મન બહુ મોટું છે, કાેંગીના નાનાથી મોટા કોઇ કાર્યકર કે આગેવાનને કોઇ પણ જાતનો ડર કે ખોડ રાખવાની જરૂર નથી, કોઇ જુથવાદ છે નહી, કોઇને કોઇપણ હેરાન કરી શકશે નહી અને આપણે બધાએ સાથે રહીને હરીફ પક્ષો સાથે વિચારધારાની લડાઇ લડવાની છે, કોઇ એવું ન સમજે કે કોઇના જવાથી એમનું સ્થાન જે હતું તે રહેશે નહી, બસ એટલું કહીશ કે જે જેટલી મહેનત કરશે, જેટલું યોગદાન આપશે તેનું ફળ તેને મળવાનું છે, આપણે સાથે મળીને કાેંગીને વધુ મજબુત બનાવવાની છે.

બે ધારાસભ્યોના રાજીનામા બાદ જામનગર જીલ્લા કાેંગીની પરિસ્થિતીમાં મોટો ફેરબદલ આવવાની શકયતાઆે દશાર્વાની સાથે સાથે કાેંગીના નાનાં કાર્યકરો અને કેટલાક આગેવાનોમાં અંદરખાને ચાલતી વાતો સબંધે જે વાચા આપવામાં આવી હતી તે સબંધે માજી સાંસદ વિક્રમભાઇ માડમે શું કહ્યું તે નીચે મુજબ છે.

એમણે કહયું છે કે મારૂં સ્થાન કાેંગ્રેસમાં એ કક્ષાએ છે કે મારે એક વડીલની ભુમીકા ભજવવાની છે, આગેવાનો કે કોઇપણ નાનાં કાર્યકરો એ વાતથી જરાય ગભરાય નહી કે કોઇપણ વ્યકિત કોઇ રીતે એમને હેરાન કરશે, પક્ષના હાઇ કમાન્ડ તરફથી જે મુજબ આદેશ આપવામાં આવશે એ મુજબ પક્ષ ચાલશે, આ પાર્ટી મારી એટલે કે માત્ર વિક્રમ માડમની નથી, હું કોઇને પક્ષમાંથી કાઢી શકું નહી કે લઇ શકું નહી અને આમ પણ જુઆે તો જે કાેંગ્રેસના હાથ પગ જેવા હોય એ નાનાં કાર્યકરો સ્વાભાવીક રીતે મારા હરીફ ગણાય નહી.

રાજકીય કારકીદ}માં બધા નસીબ અને મહેનતથી કારકીદ} બનાવે છે, મેં પણ યુવાકાળથી ખુબ સંઘર્ષ કર્યો, આકરી મહેનત કરી અને નીચેથી ઉઠીને ઉપર સુધીનું સ્થાન મેળવ્યું, રાજકીય કારકીદ} બનાવી છે એટલા માટે જ મારૂં દિલ ખુબ વિશાળ છે, હું જાણું છું કે રાજકીય કારકીદ} બનાવવા માટે ખુબ લાંબો સંઘર્ષ કરવો પડે છે.

કાેંગ્રેસ પાર્ટીનો ધ્યેય માત્ર સત્તા મેળવવાનો નથી, ગરીબો અને કચળાયેલા વર્ગના ઉત્કર્ષ માટે કામ કરવાનું છે, આ વિધારધારાની લડાઇ છે જેને આગળ ચલાવવાની છે, હું બધાને સાથે રાખીને તમામ યોગ્ય વ્યકિતઆેને પ્લેટફોર્મ પુરું પાડવામાં માનું છુ એટલા માટે જ એવા સંઘર્ષશીલ અને પાર્ટીના તમામ સાચા વફાદારોને મારૂં આહવાન છે કે આવો સાથે મળીને કાેંગ્રેસને વધુ મજબુત બનાવીએ.

હું એવું માનું છું કે ગઇકાલે જે અહેવાલ અપાયો તેનો ઇશારો કયાંક ને કયાંક મારી તરફ હોય એવું હું માનું છું આથી જ હું કહું છુ કે તમામ નાના, મોટા કાર્યકરો, આગેવાનો પોતાના મનમાં જો આવા સવાલ ઉઠતા હોય તો જાણી લે કે મારૂં દિલ ખુબ વિશાળ છે, હું કોઇને કોઇપણ રીતે જફા પહાેંચાડવામાં માનતો નથી, એક વાત જરૂર છે કે જે યુવા પ્રતિભાશાળી, કાર્યકરો, આગેવાનોમાં જેટલી તાકાત હશે એટલું મહત્વ એમને મળશે જ, કોઇપણ વ્યકિત કોઇ બીજાને હેરાન કરી શકશે નહી.

print

Comments

comments

VOTING POLL