માલધારી વસાહતનો પાડાસણના ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ: હિજરત કરવાની ચીમકી

February 17, 2017 at 3:08 pm


લોઠડાના ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ માલધારી વસાહત યોજના પાડાસણ ગામ નજીક સ્થાપવાના રાજકોટ મહાનગરપાલિકાના નિર્ણયના વિરોધમાં આજે પાડાસણના ગ્રામજનો ટ્રેકટરમાં મોટી સંખ્યામાં મહાપાલિકા અને નવી કલેકટર કચેરી ખાતે ઉમટી પડયા હતા અને જણાવ્યું હતું કે, જો આમ થશે તો પાડાસણના તમામ નાગરિકોને ગામમાંથી હિજરત કરવાની ફરજ પડશે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાતં પાંડે અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં પાડાસણના ગ્રામજનોએ જણાવ્યું છે કે, આ ગામમાં હાલ માલધારીઓની વસતી છે અને બીજા માલધારીઓ આવશે તો ઘર્ષણ થવાની અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની પુરેપુરી શકયતા છે. ખેડૂતોની સમસ્યા પણ વિકટ બની જશે. કારણ કે, ગામમાં ગૌચરની જગ્યા ખુબ ઓછી છે અને ગામના માલઢોરને ચરાવવામાં તકલીફ પડે છે ત્યારે વધારાના માલઢોરના કારણે ખેતીના પાકને નુકસાનની શકયતા છે.
માત્ર એક જ ગામમાં માલધારી વસાહત શ કરવાના બદલે રાજકોટ તાલુકાના 10 જેટલા ગામમાં 10-10 માલધારીઓને વસાવવામાં આવે તો તે ન્યાયની વાત ગણાશે તેમ જણાવી પાડાસણના ગ્રામજનોએ ઉમેર્યું હતું કે, શહેરના વિકાસ માટે ગામડાઓ ભાંગવાની નીતિ વ્યાજબી નથી.

print

Comments

comments

VOTING POLL