માલધારી સોસાયટીમાં તરૂણની હત્યા: બે સકંજામાં

September 23, 2017 at 3:24 pm


શહેરના માર્કેટીંગ યાર્ડ નજીક આવેલ માલધારી સોસાયટીમાં ગળાટુંપો આપી શ્રમીક યુવાનની હત્યા થતાં સનસનાટી મચી જવા પામી છે. ઈમીટેશનનું કામ કરતા બંગાળી કારીગર પર ચોરી તેમજ ઘરમાં ગંદકી કરતો હોય સાળા–બનેવીએ ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું છે. બે શખસોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં યુવાનને દાખલ કરતા તબીબની શંકાના આધારે ભાંડો ફટયો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરી બે શખસોને સકંજામાં લઈ આકરી પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ માલધારી સોસાયટીમાં રહેતો અમીત સામતભાઈ ગવાડા ઉ.વ.૧૭ નામના કિશોરને ગઈકાલે સાંજે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલા જ મોત થતાં સિવિલ હોસ્પિટલના તબીબ તલવરકરે શંકા દર્શાવતા તેનું ફોરેન્સીક પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવના પગલે અમીતને ગળાટંૂપો આપી ઢીમઢાળી દીધાનું બહાર આવતા બી–ડીવીઝન મથકના પીઆઈ રાવલની સુચનાથી પીએસઆઈ મુછાલ, એચ.એમ.ઝાલા, જમાદાર મહેશગીરી સહિતના સ્ટાફે તેની સાથે ઈમીટેશનનું કામ કરતા બે શખસોને ઉઠાવી આકરી પુછપરછ હાથ ધરી છે.
પોલીસની પુછપરછમાં મૃતક અમીત મુળ પિમ બંગાળના ગુરેગાવના હોસબોરા ગામનો વતની હોવાનું અને બે ભાઈમાં નાનો હોવાનું અને છેલ્લા ત્રણ માસથી રાજકોટ રોબીન અને સોનાતન સાથે પેટીયુ રળવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને તેની સાથે ઈમીટેશનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે બી–ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ મુછાલ, જમાદાર મહેશગીરી, અજીતભાઈ, મહેશભાઈ સહિતના સ્ટાફે માલધારી સોસાયટીમાં રહેતા અને મુળ પિમ બંગાળના રોબીન અને તેનો સાળો સોનાતનની અટકાયત કરી આકરી પુછપરછ કરતા ઈમીટેશનનું કામ કરતો અમીત ઈમીટેશનના દાગીનાની ચોરી કરતો હોય તેમજ ઘરની સાફસફાઈ પણ તેને કરવાની હોય તેના બદલે તે ગંદકી કરતો હોય છેલ્લા પખવાડીયાથી બન્ને સાળા–બનેવીએ તેને મારકુટ કર્યાનું બહાર આવ્યું હતું.
તેમજ ગઈકાલે ઘરમાં અમીતે લઘુશંકા કરી હોય જેથી સાળા–બનેવીએ સાણસીથી મારકુટ કરી ગળાટુંપો આપી દેતાં અમીત બેભાન થઈ ગયો હોય બન્નેએ અમીતને સિવિલ હોસ્પિટલે લઈ જઈ છાતીમાં દુ:ખાવો ઉપડયો હોવાનું જણાવી દાખલ કર્યેા હતો. જે બાબતે પોલીસે અમીતનો પીએમ રીપોર્ટ આવ્યા બાદ બન્નેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL