માલધારી સોસાયટીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવાને વખ ઘોળ્યું

October 12, 2017 at 3:12 pm


ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવાનને લાગી આવતા તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ આવેલ માલધારી સોસાયટીમાં રહેતો અને ડ્રાઈવીંગનો ધંધો કરતો મુકેશ ભીખુભાઈ મકવાણા ઉ.વ.30 નામનો આહિર યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની સાથે ઝઘડો થતાં તેને માર મારતા પત્ની ફરિયાદ કરવા મહિલા પોલીસમાં ગયા બાદ યુવાને પાછળથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ બી ડીવીઝન પોલીસમાં કરવામાંઆવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
યુવાને ભુલથી ઝેરી દવા પીધી
મોરબી રોડ પર આવેલ જકાતનાકા પાસે વાલ્મિકી સોસાયટી શેરી નં.1માં રહેતા અમરસિંગ કાનજીભાઈ મકવાણા ઉ.વ.40 નામના કોળી યુવાને ડાયાબિટીની દવાના બદલે ભુલથી અન્ય કોઈ દવા પી લેતાં ઝેરી અસર થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
રેન બસેરા પાસે પ્રૌઢને શખસે માર માર્યો
બેડીનાકા પાસે આવેલ રેન બસેરામાં રહેતા કિશોરભાઈ શાંતિલાલ જોબનપુત્રા ઉ.વ.50 નામના પ્રૌઢ ગઈકાલે બપોરે રેનબસેરા પાસે શૌચાલયમાં કામ કરતા હતા ત્યારે મીશ્રાજી નામના શખસે સળિયો મારી ઈજા કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL