માલવિયાની મિલકત વેચાણનો વિવાદ: કોર્ટનો ચુકાદો આવે તે મુજબ નોંધ કરાશે

July 17, 2017 at 4:23 pm


શિક્ષણ શાસ્ત્રી અને પીડીમાલવીયા કોલેજના સ્થાપક સ્વ.વસંતભાઈ માલવીયાની કરોડોની મિલ્કત વેચાણમાં વિવાદ સર્જાયો છે. જેમાં કોર્ટનો ચુકાદો આવે તે મુજબ તેની નોંધ કરાશે. આરટીઆઈ એકટીવીસ્ટએ વાંધા અરજી કરતા નિવેડો ન આવે ત્યાં સુધી પ્રોપર્ટી કાર્ડ અંગેની કાર્યવાહી સ્થગીત કરવા સીટીસર્વેના સુપ્રિટેન્ડન્ટે હકમ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ શિક્ષણ શાસ્ત્રી સ્વ.વસંતભાઈ માલવીયાની 800થી 900 કરોડની પ્રોપર્ટી હડપ કરવાના પ્રકરણમાં મુળ સુત્રોધાર વસંતભાઈ માલવીયાના ભાણેજ મનોજ શાહ તેના પુત્ર વિશાલ શાહ પી.ડી.માલવીયા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ કમલેશ જાની, તેમજ કોલેજના કર્મચારી પીયુ મહેતાની મદદગારીમાં રચાયેલા બોગસ વીલથી દેરકાયદેસર રીતે મેળવેલ પ્રોબેટના આધારે વસંતભાઈ માલવીયાનું નિવાસ સ્થાન સાડા આઠ કરોડમાં પદમાવતી ડેવલપર્સ અને તેના ભાગીદાર પેઢી સીમા દેવાંગ અજમેરાને દસ્તાવેજ કરી વેંચેલ જેના ભાગ પે વસંતભાઈની કરોડોની મિલ્કતના પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી ન પડેલ જેના ભાગ પે આરટીઆઈ એકટીવીસ્ટ મહેશભાઈ બુધવાણીએ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ વાંધા અરજી કરી હતી.
દરમિયાન સ્વ.વસંતભાઈ માલવીયાનું મિલ્કત અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હોય જેનો નિવેડો ન આવે ત્યાં સુધી પ્રોપર્ટીકાર્ડ અંગેની કાર્યવાહી સ્થગીત કરવા સીટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટે હકમ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL