માલ્યાની ધરપકડ એક નાટક!

April 20, 2017 at 4:46 pm


ભારતની સરકારી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને બ્રિટન ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યાની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લંડનમાં ધરપકડ કયર્િ પછી માત્ર ત્રણ જ કલાકમાં તેનો જામીન પર છૂટકારો થઈ ગયો હતો. ભારતે પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી, જેને પગલે તેની ધરપકડ થઈ હતી.
વાસ્તવમાં તો માલ્યા સામે પ્રત્યાર્પણની પ્રક્રિયા શ થઈ છે એ સમાચાર આપણા માટે મહત્ત્વના છે ને તેના કારણે માલ્યાને ભારત લાવવાની આશા જીવંત છે. આ પ્રક્રિયાનો અંત શું હશે તે કહેવું મુશ્કેલ છે પણ તેનો ચુકાદો ભારતની તરફેણમાં આવી શકે. આ બધી પ્રક્રિયાઓમાં મહિનાઓ નીકળી જતા હોય છે એ આપણે જોયું છે. બ્રિટન આપણા પર થોડીક મહેરબાની કરે ને માલ્યા સામે ચાલતા પ્રત્યાર્પણના કેસને બાજુ પર મૂકીને તેમને ડિપોર્ટ કરી દે તો આખી કવાયતનો અંત આવી જાય. આ આશા વધારે પડતી છે કેમ કે બ્રિટને એવું કરવું હોત તો ક્યારનુંય કરી નાખ્યું હોત. અલબત્ત સાવ અવાસ્તવિક નથી ને ભારત દબાણ વધારે તો એ થઈ શકે છે.

ભાજપ સરકાર માટે માલ્યાનો મુદ્દો માથાનો દુ:ખાવો બનેલો છે ને માલ્યાને ભારત લવાય તો ભાજપ્નો ડંકો વાગી જાય તેમ છે એ જોતાં મોદી સરકાર એવું દબાણ પેદા કરી દે તો નવાઈ નહીં.
માલ્યાને ભારત લવાશે તેના કારણે મોદી સરકારને તો રાહત થશે જ પણ મોદી સરકારમાં સૌથી વધારે રાહત અરૂણ જેટલીને થશે. માલ્યા છૂ થઈ ગયા ત્યારથી કોંગ્રેસ જેટલીના માથે માછલાં ધુએ છે ને એવો આક્ષેપ કરે છે કે વિજય માલ્યાને ભગાડવામાં નરેન્દ્ર મોદી સરકારના નાણાં પ્રધાન અણ જેટલીનો હાથ છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે 1 માર્ચના રોજ વિજય માલ્યા સંસદ ભવનમાં અરૂણ જેટલીને મળ્યા હતા અને તેના બીજા જ દિવસે તે રવાના થઈ ગયા. જેટલીને આ આક્ષેપોથી એટલું લાગી આવેલું કે તેમણે માલ્યાને પાછા લાવવાનું અભિયાન જ છેડી દીધેલું. બ્રિટિશ સરકાર સાથે પત્ર વ્યવહાર તો શ થઈ જ ગયેલાં પણ જેટલી પોતે આ ફેબ્રુઆરીમાં બ્રિટન ગયા ત્યારે વડા પ્રધાનને બ મળીને તેમણે માલ્યાનો મુદ્દો ઉઠાવેલો. માલ્યાને ભારતને સોંપીને ભારત તરફ સદભાવના બતાવવા તેમણે અપીલ કરેલી ને જેટલીની આ અપીલ પછી બ્રિટનની સરકાર હરકતમાં આવી. તાબડતોબ માલ્યાને ભારતને હવાલે કરવા જે પણ થઈ શકે તે બધું જ કરી છૂટવા ફરમાન છૂટ્યું ને તેનું પરિણામ સામે છે. માલ્યાને અહીં લવાશે ત્યારે કોલર ઊંચા કરીને કોંગ્રેસને જવાબ આપી શકશે. જેટલીએ જાહેર કરેલું કે માલ્યા પાસેથી બાકી રકમની પાઈએ પાઈ વસૂલ કરાશે ને માલ્યા સસ્તામાં નહીં છૂટી જાય. હવે જોવાનું એ રહે છે કે બ્રિટનની કોર્ટ અને તેના કાયદાઓ તેની સોંપણી ભારતને ક્યારે કરે છે.

print

Comments

comments

VOTING POLL