માલ્યા સામે ઇડી કાર્યવાહી પર પ્રતિબંધનાે ઇન્કાર થયો

December 7, 2018 at 8:31 pm


શરાબ કારોબારી વિજય માલ્યાને એક પછી એક ફટકો પડી રહ્યાાે છે. આ વખતે સુપ્રીમ કોટેૅ વિજય માલ્યાને મોટો ફટકો આપીને તેમની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી કાર્યવાહી માટેની અરજી ઉપર પ્રતિબંધ મુકવાનાે ઇન્કાર કરી દીધો છે. હાલમાં બિ્રટનમાં રહેતા વિજય માલ્યાએ પાેતાના વકીલ મારફતે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ઇડીની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાની અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોટેૅ આ અરજીને ફગાવી દીધી છે. હકીકતમાં ઇડીએ વિજય માલ્યાને ફરાર આ##352;થક અપરાધી જાહેર કયોૅ હતાે અને તેમની સંપિત્ત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માલ્યાએ આ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમ કોટેૅ માલ્યાને રાહત આપવાના બદલે ઇડીને નાેટિસ જારી કરીને તેની પ્રક્રિયાને આગળ વધારવાનાે આદેશ આÃયો હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુદી જુદી બેંકોના 9000 કરોડ રૂપિયાની લોન લઇને વિજય માલ્યા દેશમાંથી ફરાર થઇ ગયા હતા. ભારત સરકાર તેમને લંડનમાંથી દેશ પરત લાવવાના પ્રયાસમાં લાગેલી છે. બિ્રટનના કઠોર પ્રત્યાપૅણ કાયદા હેઠળ લંડન કોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી હાલ ચાલી રહી છે. જ્યાં માલ્યાએ ભારતમાં જેલોની ખરાબ હાલતને લઇને વાંધો ઉઠાવ્યો હતાે. પ્રત્યાપૅણથી બચવાના પ્રયાસ કર્યા છે. જો કે, ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઈ સ્થિત આર્થર રોડ જેલનાે વિડિયો મોકલ્યો હતાે જેમાં ધ્યાન આપવામાં આવ્યા બાદ કોટેૅ જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. આજ કારણસર વિજય માલ્યાને ભારત પ્રત્યાપૅણનાે ભય સતાવી રહ્યાાે છે. બીજી બાજુ આેગસ્ટા હેલિકોÃટરમાં દલાલ ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવી ચુક્યો છે. આનાથી માલ્યાની દહેશત વધી ગઈ છે. આજ કારણસર તેને બુધવાર અને ગુરુવારના દિવસે સતત બે દિવસ સુધી નાણાં ચુકવી દેવાની તૈયારી દશાૅવી છે. જો કે, વિજય માલ્યા હજુ પણ વ્યાજની રકમ ચુકવવા માટે તૈયાર નથી. બેંકોની પુરી રકમ ચુકવવા માલ્યાએ તૈયારી દશાૅવી છે.
વિજય માલ્યાને લઇને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો રહ્યાાે હતાે. ભાજપ સરકાર ઉપર કાેંગ્રેસે વિજય માલ્યાને લઇને પ્રહારો કર્યા હતા. વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સીને બચાવવાનાે આક્ષેપ કરવામાં આવ્યો હતાે. આવી સ્થિતિમાં હવે વિજય માલ્યાએ બેંકની પૂર્ણ રકમ ચુકવવાની તૈયારી દશાૅવી છે ત્યારે રાહત મળવાના સંકેત પણ દેખાઈ રહ્યાા છે. જો કે, વિજય માલ્યાને ભારતમાં લાવવા આડે હજુ પણ અનેક અડચણો રહેલી છે.

print

Comments

comments

VOTING POLL