માળિયામાં યુવાનનું અપહરણ થયા બાદ બે શખસો પર જીવલેણ હુમલો

August 14, 2018 at 11:06 am


માળીયા પંથકમાં ગઈકાલે ખંડણી મામલે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોય અને ઢોર માર માર્યા બાદ ભોગ બનનાર યુવાનના ભાઈ સહિતનાઆેએ બે યુવાનો પર જીવલેણ હુમલો કરતા સામસામી પોલીસ ફરિયાદ નાેંધાઈ છે.

માળીયાના રહેવાસી હનીફ ગફુર કટિયાએ પોલીસમાં ફરિયાદ નાેંધાવી છે કે આરોપી વલુ સાઉદીન જેડા, હારુન દિલાવર જેડા અને હસન કટિયા એ ત્રણ શખ્શોએ યુવાનને કા તો મહિને 2 લાખ આપ કા તો ઝીગામાં અડધો ભાગ આપ કહીને બાંધી તેને માર માર્યો હતો અને અપહરણ કરી ગયા હતા જોકે ગમે તેમ કરીને ફરિયાદી યુવાન નાસી જવામાં સફળ રહ્યાે હતો અને બાદમાં તેના ભાઈ સહિતનાઆેએ સામો પ્રહાર કર્યો હતો.

જેમાં સામાપક્ષે હારુન દિલાવર જેડાએ ફરિયાદ નાેંધાવી છે કે આરોપી હનીફ ગફુર કટિયા, મકો ઉર્ફે ડાડો ગફુર કટિયા, શાહરુખ ઉર્ફે કારો મહેબૂબ જેડા, રફીક સામતાણી, આવેશ સામતાણી અને આશીફ જેડા એ તમામ આરોપીઆેએ એકસંપ કરીને બે યુવાનો પાર જીવલેણ હુમલો કરી દેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે હત્યાની કોશિશનો ગુન્હો નાેંધી વધુ તાપસ ચલાવી છે બંને પક્ષની સામસામી ફરિયાદ બાદ માળીયા પોલીસે ધોરણસરની તાપસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL