માસ્તર સોસાયટીમાં એનઆરઆઈ વૃધ્ધાનું મકાન પચાવી પાડવા કૌભાંડ આચરનાર સાત ઝડપાયા

May 16, 2018 at 4:04 pm


સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલ માસ્તર સોસાયટીમાં વૃધ્ધાની હત્યા બાદ ભકિતનગર પોલીસે મકાન પચાવી પાડવા હત્યા થયાની શંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતા એનઆરઆઈ વૃધ્ધાનું વર્ષો જુનું મકાન પચાવી પાડવા વાંકાનેર પંથકના શખસ સહિત 10 શખસોએ કૌભાંડ આચરી મકાન બારોબાર વેચી નાખ્યાની હકિકત બહાર આવતા પોલીસે આ પ્રકરણમાં સીટી સર્વેના પટ્ટાવાળા સહિત સાત શખસોની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત મુજબ ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માસ્તર સોસાયટી શેરી નં.13માં આવેલ વર્ષો જુના મકાનમાં એકલવાયુ જીવન જીવતા જયશ્રીબેન દેવશંકરભાઈ શુકલ નામના વૃધ્ધાની હત્યા થયા બાદ ભકિતનગર પોલીસના પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઈ પી.એમ.ધાખડા, એએસઆઈ ઈન્દુભા રાણા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ, નીલેશભાઈ મકવાણા, કોન્સ્ટેબલ ભાવિનભાઈ, દીગપાલસિંહ, રાણાભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, વાલજીભાઈ, દેવાભાઈ, હિરેન્દ્રસિંહ, વિક્રમભાઈ અને દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક જયશ્રીબેનના નામે કોઈ અજાÎયા શખસોએ બોગસ દસ્તાવેજ બનાવી એનઆરઆઈ વૃધ્ધા વાસંતીબેન દુર્ગાશંકર પાંચોલીનું મકાનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખ્યાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મોરબીના સજ્જનપરનો વિનુ પટેલ, વાંકાનેરના દિધલીયાનો મહમદ હુસેન નુરમહમદ શેરસીયા, વાંકાનેરના દિગ્વીજયનગરમાં રહેતો લાલુભા બીપીનસિંહ ઝાલા, રાજકોટ સીટી સર્વેમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો વિક્રમ અજીત પટેલ, કોટડાસાંગાણીના પીપલાણા ગામનો અલ્પેશ ધીરૂ કુકડીયા, ભાવનગર રોડ પર મનહર સોસાયટીમાં રહેતો રાજેશ પરબત સોમાણી, માંડાડુંગર પાસે રઘુનંદન સોસાયટીમાં રહેતો રણજીત કરશન સરીયા, વાંકાનેર આંબેડકનગરમાં રહેતી શાંતાબેન લાલજી પરમાર, આશિષ પંડયા અને કાંતીલાલ આેધવજી સિધ્ધપુરા સહિત 10 શખસો સામે પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી મકાન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવનાર મુખ્ય સુત્રધાર મહમદ હુસેન, લાલુભા ઝાલા, વિક્રમ પટેલ, રાજુ સોમાણી, દલપેશ કુકડીયા, રણજીત સરીયા, આશિષ પંડયા સહિત સાત શખસોની પોલીસે ધરપકડ કરી છે. જયારે અન્ય આરોપીઆેને ઝડપી લેવા ભકિતનગર પોલીસે ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL