માહી કંપનીએ પશુપાલકોને પોત્સાહન આપવા 31.11 કરોડ રૂપિયા ચુકવ્યા

January 12, 2019 at 2:04 pm


દર વર્ષે માહી મિલ્ક પ્રાેડéુસર કંપની તેના સભાસદ પશુપાલકોને પ્રાેત્સાહન રકમની ચુકવણી કરી રહી છે એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં પુરતો વરસાદ ન આવતા દુષ્કાળની િસ્થતિ પ્રવત} રહી છે અને પશુઆેના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની િસ્થતિ કપરી બની ગઇ છે ત્યારે તેવા સમયે જ દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહિ મિલ્ક પ્રાેડéુસર કંપની દ્વારા ચાલુ વર્ષ 31.11 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પ્રાેત્સાહનરૂપે ચુકવી દેવાતા સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે 84 હજારથી પણ વધુ પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ ઉનાળાના સમયમાં કંપની સાથે જોડાયેલા રહી દૂધ ભરનાર દૂર ઉત્પાદકોને પ્રતિ લીટર રૂા.1/નું વધારાનું ઇન્સેટીવ પણ આપતા પશુપાલકોમાં ઘરે લાપસીના આંધણ મુકાયા છે.ચાલુ વર્ષે માહી મિલ્ક પ્રાેડéુસર કંપનીના નિયામક મંડળે લીટર દીઠ રૂા.0.90 લેખે પ્રાેત્સાહનની રકમ ચૂકવવા પર મંજૂરીની મહોર મારતા કંપનીમાં વાર્ષિક દૂધ આપૂતિર્ના માપદંડોનું પાલન કરનારા અંદાજે 84 હજારથી વધુ પશુપાલકોને 31.11 કરોડ રૂપિયા પ્રાેત્સાહન વળતરરૂપે ચૂકવવામાં આવ્યા છે. કંપનીએ ચાલુ વર્ષે કંપનીના સભાસદ પશુપાલકોને જે પ્રાેત્સાહન રકમ ચૂકવી છે તેમાં ગત વર્ષની તુલનાએ 9.રર કરોડ રૂપિયાનો નાેંધપાત્ર વધારો કરાયો છે. કંપની વાર્ષિક દૂધ આપૂતિર્ના માપદંડોની પૂતિર્ને ધ્યાને રાખી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ધોરણે ઇન્સેટીવ ચૂકવણી કરતી આવી છે. પરંતુ ઉનાળામાં દૂધ આપૂતિર્ને પ્રાેત્સાહન મળે તે હેતુથી પ્રથમ જ વખત ચાલુ વર્ષે કંપનીના નિયામક મંડળ દ્વારા ઉનાળામાં સમયમાં પણ એટલે કે એપ્રિલ-ર018 થી જુલાઇ-ર018 દરમ્યાન કંપનીમાં દૂધ ભરનાર દૂધ ઉત્પાદક સભ્યોને પ્રતિ લીટર રૂા.1 પ્રાેત્સાહનની રકમ અલગથી ચૂકવાતા પશુપાલકોમાં હરખની લાગણી છવાઇ ગઇ છે.ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં અપૂરતો વરસાદ વરસ્યો હોવાથી રાજય સરકારે કેટલાક તાલુકાઆેને અછતગ્રસ્ત જાહેર કરેલા છે. દુષ્કાળની આ પરિિસ્થતિને કારણે પશુપાલકો માટે મુશ્કેલી સજાર્ઇ છે અને પશુઆેના ખાણ દાણની કિંમતમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યાે છે. પરિણામે પશુ નિભાવણી ખર્ચ પણ કમ્મર તોડ વધારો થયો છે ત્યારે માહી કંપની દ્વારા કંપનીના પશુપાલક સભ્યોને રાહત આપી શકાય તે માટે દાણની તમામ પ્રાેડકટસમાં પણ ખાસ રાહત જાહેર કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પણ કંપનીએ પશુપાલક પ્રત્યેની તેની પ્રતિબધ્ધતા બરકરાર રાખી છે. અને પશુપાલકોને પ્રાેત્સાહનની રકમ પેટે કુલ 31.11 કરોડ રૂપિયા તેમના સીધા બેન્ક એકાઉન્ટમા, ચુકવાતા સૌરાષ્ટ્ર-કચ્છના માહી મિલ્ક પ્રાેડéુસર કંપનીમાં દૂધ ભરાવતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

print

Comments

comments

VOTING POLL