મિડ ડે મીલ યોજનામાં ભોજનની સાથોસાથ નાસ્તો આપવાનું શરૂ

January 12, 2018 at 3:19 pm


શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે મધ્યાહન ભોજન વર્ષોથી આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પોતાની સંવેદનશીલતાનો વધુ એક પુરાવો આપ્યો છે અને શાળાઓમાં મધ્યાહન ભોજનની સાથોસાથ બપોરે 4 વાગ્યે નાસ્તો પણ આપવાનું શ કરી દેવાયું છે.

રાજકોટ જિલ્લાના 894 મધ્યાહન ભોજનના કેન્દ્રમાં હાલ એકાદ લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં લાખોની સંખ્યામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. હવે મધ્યાહન ભોજનની સાથોસાથ બપોરે 4 વાગ્યે ચણા, સુખડી, મુઠીયા, મિકસ કઠોળ સહિતની ચીજવસ્તુઓનો નાસ્તો આપવાનું શ કરાયું છે.

ચૂંટણી આચારસંહિતાના કારણે આ યોજના થોડો સમય માટે ફાઈલમાં પુરાઈ રહી હતી પરંતુ ચૂંટણી પુરી થતાં જ સરકારે સમગ્ર રાજ્યમાં આ સ્કીમ ચાલુ કરી છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ બાબતે મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર એમ.કે. પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં નાસ્તાની યોજના શ કરી દેવામાં આવી છે. સ્થાનિક અમુક પ્રશ્ર્નોના કારણે થોડાઘણા કેન્દ્રોમાં આ યોજના એકાદ-બે દિવસ પછી ચાલુ થશે પરંતુ મેનુ સહિતની તમામ બાબતો ફાઈનલ થઈ ગઈ છે અને રાજકોટ જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના મોટાભાગના ટેન્ડરોમાં નાસ્તાની યોજના શ થઈ ગઈ છે.

print

Comments

comments

VOTING POLL