મિત્રને બચાવીને ડૂબી ગયેલા તણના મૃત્યુથી વ્હોરા પરિવારમાં કલ્પાંત

July 17, 2017 at 3:14 pm


કેસરે હિન્દ પુલ નીચે આજી નદીના કાંઠે પાણીનું વહેણ જોવા નીકળેલા 13 વર્ષના અહેમદ કપાસીનું ડુબી જવાથી મૃત્યુ થતાં વ્હોરા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃત્યુ પુર્વે તણે પોતાની સાથે રહેલા મિત્રને ડુબતો બચાવી લીધો હતો.
બેડીપરા વિસ્તારના મહમદી એપાર્ટમેન્ટમાં રહેતો અહેમદ મુનવર કપાસી ઉ.વ.13 પોતાના પાડોશી મિત્ર હેદર અને મુકરમ સાથે ગઈકાલે બપોરે નદી કાંઠે આંટો મારવા ગયો હતો. કાંઠે ચાલતી વખતે 11 વર્ષના હૈદર જુનેદ મીઠાઈવાલાનો પગ લપસતા તે ડુબવા લાગ્યો હતો. જો કે, અહેમદે બહાદુરીપુર્વક તેનો હાથ પકડીને બચાવી લીધો હતો. બાદમાં તેનો પગ લપસી જતાં ખુદ અહેમદ પણ ડુબી ગયો હતો અને પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. ભારે હો-હા થતાં લોકો ટોળે વળ્યા હતા અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવ્યું હતું. લાંબી શોધખોળના અંતે ખોડીયાર મંદિર નજીક અહેમદનો મૃતદેહ મળી આવતા વ્હોરા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. અહેમદના પિતા મુનવરભાઈ અને મોટોભાઈ બુરહાન રીક્ષા ચલાવે છે. અહેમદ પોતાના મિત્રો સાથે સવારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ક્રિકેટ રમવા ગયો હતો. બપોરે આવ્યા બાદ હમણાં આવું છું તેમ કહીને ઘરેથી ગયા પછી તેનું મૃત્યુ થતાં માતા-પિતા પર જાણે આભ ફાટી પડયું હતું.

print

Comments

comments

VOTING POLL