મિલકત આકારણીમાં દસ વર્ષથી માત્ર વાયદાઓની ‘લોલીપોપ’ !

January 4, 2017 at 7:50 pm


શહેરની જનતાને આમ તો ઘણી બધી તકલીફો છે. વારંવાર બેઝિક એમેનિટિઝમાં પણ મોટા પ્રશ્ર્નો સર્જાતા રહ્યા છે અને ડખ્ખા યથાવત રહ્યા છે. કયારેક પાણીની મોકાણ તો કયારેક તૂટેલા-ભાંગેલા રસ્તાઓની પીડા તો કયારેક ઢોરનો ત્રાસ. આમ, અલગ-અલગ સમસ્યાઓ કયાકને કયાંક શહેરીજનોને કનડતી રહે છે અને હવે લોકોમાંથી ચારેકોર એવી ફરિયાદો ઉઠી રહી છે કે, મિલકત વેરાની આકારણીમાં શહેરીજનોને ભારે અન્યાય થઈ રહ્યો છે અને ઘણા લાંબા સમયથી વાઈદાની લોલીપોપ આપવામાં આવી રહી છે પરંતુ ગમે તેમ હોય વાઈદાઓનો અમલ થતો નથી.

વાત એમ છે કે રાજ્યના અન્ય મહાનગરોમાં કાર્પેટ એરિયા બેઝ મિલકતોની વેરા આકારણી થાય છે. જ્યારે આપણે ત્યાં ભાડા પધ્ધતિ મુજબ વેરા આકારણી થઈ રહી છે અને તેમાં વેરાનો દર હંમેશા ઉંચો રહે છે. કાર્પેટ એરિયા મુજબ જો આકારણી કરવામાં આવે તો તેમાં વેરાનો દર નીચે રહે છે.
છેલ્લા 10 વર્ષથી માત્રને માત્ર એવા પ્રોમિસ આપવામાં આવી રહ્યા છે કે, હવે રાજકોટમાં પણ અન્ય મહાનગરોને ફોલો કરવામાં આવશે અને કાર્પેટ એરિયા બેઝડ મિલકત વેરાની આકારણી કરવામાં આવશે પરંતુ 10 વર્ષથી આ વાઈદાનો અમલ કરવાનું કોઈ મુહર્ત નીકળ્યું નથી માટે બુધ્ધિજીવી વર્ગમાં અને મિલકત ધારકોમાં ઘેરા રોષની લાગણી દેખાઈ રહી છે. લોકોની આ સમસ્યામાં શાસકોને રસ નથી અને અધિકારીઓ કામમાં પહોંચી શકતા નથી તેવા બહાનાઓ પણ આગળ ધરવામાં આવી રહ્યા છે.

પહેલાં તો માપણીનું કામ ગતિશીલતાથી થતું નથી અને જ્યાં માપણી થઈ જાય છે ત્યાં વેરિફિકેશન કરવાની પ્રોસીઝરમાં દાંડાઈ કરવામાં આવે છે અને તેમાં નકરો વિલંબ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં ચાર લાખ મિલકતો છે અને તંત્રવાહકો અને અધિકારીઓની તેમજ શાસકોની આળસ અને બિન જવાબદારી દિન-પ્રતિદિન પીડાદાયક બની રહ્યા છે. એક એવી ફરિયાદ પણ ઉઠી રહી છે કે, વેરા આકારણીમાં વિસંગતતા અપ્નાવવામાં આવે છે જેમ કે જૂના રાજકોટમાં ઓછો મિલકત વેરો અને નવા પોશ વિસ્તારોમાં હેવી વેરો દેવો પડે છે. આ પ્રકારના ભેદભાવભયર્િ વલણ અને નીતિનો અર્થ શું છે ? તેવો પ્રશ્ર્ન લોકો કરી રહ્યા છે પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપવા તૈયાર નથી. કામમાં ઠાગાઠૈયા અને મિલકત ધારકોને રેન્જી-પેન્જી ગણીને એમના પ્રશ્ર્નોને ઠેબે ઉડાડતા રહેવાનો આ ઘાતક સિલસિલો કયાં સુધી ચાલુ રહેશે ? તેનો જવાબ ગોતવાનો છે.

print

Comments

comments

VOTING POLL