મિશન-૨૦૧૯: ભાજપના અધિવેશનમાં મોદી-શાહ આપશે જીતનો મંત્ર

January 11, 2019 at 10:53 am


દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપાના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે બપોર બાદ પ્રારંભ થયો હતો. આ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ જીતનો મંત્ર આપશે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આઈ કે જાડેજાએ અધિવેશનની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાંથી અંદાજે 600 જેટલા આગેવાનો રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા પહાેંચ્યા છે. જેમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ કોર ગૃપ, મોરચાના પ્રમુખો, સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના પદાધિકારીઆે, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખો તથા મેયર-ડેપ્યુટી મેયરઆે, જીલ્લા-મહાનગરના પ્રભારીઆે, પ્રમુખ-મહામંત્રીઆે, લોકસભા સંચાલન સમિતિ, લોકસભા વિસ્તારક, લોકસભા સીટ પ્રભારી, ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, આઇ.ટી.સોશીયલ મીડિયા, લીગલ તથા મીડિયા સેલના પદાધિકારીઆે સહિત પ્રદેશના આગેવાનોનો સમાવેશ કરાયો છે.
આ બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં આવનાર 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કયા કયા પ્રકારના કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્વરુપે કરવામાં આવનાર છે તેના વિશે માર્ગદર્શન આ રાષ્ટ્રીય અધિવેશનમાં આપવામાં આવશે. કેન્દ્રમાં ભાજપની સરકારની પુનઃ રચના થાય અને પૂર્ણ બહુમત સાથે ભાજપાની સરકાર કેન્દ્રમાં સ્થાપિત થાય. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પ્રાપ્ત થાય તેના માટે એક આગવા પ્રકારના આયોજન માટે આ રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવી રહ્યું છે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મહામંત્રીઆે તથા અન્ય આગેવાનો ભાગ લઇ રહ્યા છે.
રાજ્યમાં તાજેતરમાં ભાજપ દ્વારા અપેક્ષા કરતાં વધુ ખાટલા બેઠકોનું આયોજન થયુ છે. એક લાખ ખાટલા બેઠકો એટલા માટે જણાવવામાં આવી હતી કારણ કે, એક લોકસભા બેઠકમાં 400 જેટલા શિક્તકેન્દ્રાે આવેલા હોય અને એક શિક્ત કેન્દ્રમા આશરે દસ કે તેથી વધારે ખાટલા બેઠકનું આયોજન થાય તો 26 લોકસભા બેઠક પ્રમાણે આશરે એક લાખ કરતા વધુ ખાટલા બેઠક યોજાય તે સિવાય મોરચાઆે દ્વારા તથા અન્ય આગેવાનો દ્વારા પણ ખાટલા બેઠકો યોજવામાં આવી છે. આમ, દસ દિવસમાં એક લાખથી વધારે ખાટલા બેઠકો યોજાયેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઆે તથા શિક્ષણમાં રાહત માટે બિન અનામત વર્ગને દસ ટકા ઈબીસી ફાળવવાની જાહેરાત કરવામાં આવી તથા ટૂંક સમયમાં લોકસભા અને રાજ્ય સભામાં તેનું બીલ પસાર કરવામાં આવ્યુ છે. જે બિન અનામત વર્ગના સમાજોને અન્ય અનામતના લાભો પ્રાપ્ત થતા નથી તેવા સમાજોના ગરીબ પરિવારોને કે જેઆેની આર્થિક પરીસ્થિતિ નબળી છે તેમને અન્ય નોકરીતથા શિક્ષણ ક્ષેત્રે પુરતા લાભો પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર સરકારે 10 ટકા ઇબીસીની વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે સમસ્ત પ્રદેશ ભાજપા સંગઠન તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.
દિલ્હીના રામલીલા મેદાન ખાતે આજ બપોર બાદ શરુ થયેલા બે દિવસ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા સવારે કારોબારીને કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજકીય તથા આર્થિક ઠરાવનો મુસદ્દાે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ આગામી કાર્યક્રમની રુપરેખા નક્કી કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL